Gujarat

ભાજપના નેતા જશુભાઈ ભીલ નો નોકરી લગાવી આપવા માટે ઉમેદવાર પાસેથી રૂપિયા લીધા હોવાના વાયરલ વિડિઓ અંગે કોંગ્રેસના રાજ્યસભા ના સાંસદે પ્રતિક્રિયા આપતાં જશુભાઈ સામે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે.

ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ અને પૂર્વ છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ તેમજ એસ.ટી. નિગમ ના ડાયરેકટર રહી ચૂકેલા જશુભાઈ ભીલ નો વિડિઓ વાયરલ થયો. નસવાડી ના સર્કિટ હાઉસમાં એક ઉમેદવાર  પોતાને  નોકરી લગાવવા માટે આપેલા 40 હજાર રૂપિયા નોકરી ના મળતા પરત માંગતો હોવાનું દેખાય છે. વિડિઓ વાયરલ થતાં ગુજરાત નું રાજકારણ ગરમાયુ, ભાજપ નેતા ઉપર લાગેલા કથિત ભ્રષ્ટાચાર અંગે પક્ષે પણ ગંભીર નોંધ લઈ છ વર્ષ માટે જશુભાઈ ભીલને સસ્પેન્ડ કર્યા જ્યારે વિરોધ પક્ષ ના નેતાઓ એ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા , હવે બનાવ અંગે કોંગ્રેસના રાજ્યસભા ના સાંસદ નારણ રાઠવાએ તીખી પ્રતિક્રિયા આપતાં જશુભાઈ ભીલ સામે યોગ્ય કાર્યવાહી કરવા અંગે જણાવ્યું તેમજ બીજા કેટલા યુવાનો સાથે આવી છેતરપિંડી થઈ એની પણ તપાસ કરવાની માંગ કરી છે તો વધુમાં ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતાં વારંવાર કેન્સલ થતી ભરતી પરીક્ષા ઓ પાછળ ભાજપ સરકારની નીતિઓ ને જવાબદાર ઠેરવી ગૌણ સેવા પસંદગી જેવી સંસ્થાઓ માં ભાજપના પદાધિકારીઓને ચેરમેન બનાવી ભ્રષ્ટાચાર આચરાતું હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે સાથે કોંગ્રેસના શાસન માં આવી જગ્યાઓ ઉપર રિટાયર્ડ આઈ.એસ. ઓફિસર ની નિમણૂક કરાતી હતી જ્યારે હવે ભાજપના પદાધિકારીઓ ચેરમન બની પોતાના લાગતા વળગતા ઓ ને નોકરી આપતા હોવાનો આરોપ લગાવ્યો છે.
બાઈટ : નારણ રાઠવા, રાજ્યસભા સાંસદ, કોંગ્રેસ
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220214-205113_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *