ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભારતની જાહેર જનતા માટે એક પત્રલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં “વિઝન ફોર ઈન્ડિયા ૨૦૪૭” વિષય પર પત્ર લખવાનો રહેશે. જે લોકો ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ ઇનલેંડ લેટર કાર્ડ અથવા તો A-4 સાઇઝના કાગળ પર પત્ર લખવાનો રહેશે. આ સ્પર્ધામાં કોઈ વય મર્યાદા નથી. ભારતના રહેવાસી કોઈ પણ વયની વ્યક્તિ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. જેની છેલ્લી તારીખ ૩૧ ઓકટોબર છે. આ અંગે વધુ જાણકારી મેળવવા માટે સુપ્રિટેન્ડેટ ઓફ પોસ્ટ ઓફિસની કચેરી, બીજો માળ જામનગરનો સંપર્ક કરવા સુપ્રિટેન્ડેટ ઓફ પોસ્ટ ઓફિસીઝ જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.
