Gujarat

ભાવનગરમાં ખોટી અફવાના કારણે પેટ્રોલપંપ પર લાંબી લાઈનો લાગી

ભાવનગર
ખોટી અફવાના કારણે પેટ્રોલપંપ પર વાહનચાલકોની લાઈનો લાગી હતીલોકોને ખોટી અફવાને કારણે ભાવનગરમાં પેટ્રોલ ખૂટી જવાની અફવાએ લઈ લાંબી લાઈનો લાગી હતી, જે લોકો ને ખોટું વધારુનું પેટ્રોલ પુરાવી રહ્યા હતા, જેને લઈ આ તંત્ર દ્રારા પંપના માલિકો સાથે બેઠકો યોજી હતી. પંપના માલિકો દ્રારા વધારાનું પેટ્રોલ ન આપવા સૂચના આપવામાં આવી છે અને પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર માટે ૧૦૦ રૂપિયાનું અને ૪ વ્હીલર માટે ૫૦૦ રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલમાં ૧૦૦૦ રૂપિયા નું મિનિમમ આપવામાં આવશે તેવા બોર્ડ લાગ્યા હતા. લોકોને અફવાથી દૂર રહેવા કલેકટરની અપીલ ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલનો પુરવઠો ખૂટી ગયાના વહેતાં થયેલા સમાચારને કારણે લોકો દ્વારા પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ કરીને પેટ્રોલ, ડીઝલ લેવાં માટે લાઇનો લગાવી રહ્યાં છે તે બાબતે કલેકટરએ જણાવ્યું છે કે, લોકોએ આવી અફવાઓથી ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી તેમજ ગભરાવવાની જરૂર નથી લોકો આ બાબતે આશ્વસ્થ રહે. જિલ્લા વહીવટીતંત્ર આ બાબતે સજાગ છે અને આવી કોઈપણ બાબતથી ગેરમાર્ગે ન દોરાવા માટે પણ કલેકટરએ જાહેર જનતાને અપીલ કરી છે.ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં નથી તેવાં ભાવનગર શહેરમાં ફેલાયેલા સમાચારો અને પેટ્રોલ પંપ પર બિનજરૂરી લાંબી લાઈનો લાગી હતી જેને લઈ ભાવનગર કલેકટર દ્રારા અપીલ પણ કરવામાં આવી હતી. જેને લઈ પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર માટે ૧૦૦ રૂપિયા અને ફોર વ્હીલર માટે ૫૦૦નું પેટ્રોલ મળશે અને ડીઝલમાં ૧૦૦૦ રૂપિયાનું મિનિમમ તેવા પેટ્રોલ પંપ પર બોર્ડ લાગ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *