Gujarat

ભાવનગરમાં જૂની અદાવતે યુવાન પર છરી વડે હુમલો કરાયો

ભાવનગર
ભાવનગર શહેરના જૂના બંદર રોડપર આવેલા અગરીયાવાડમા રહેતો સાગર શાંતિ વાજા ઉ.વ.૧૮ તેનું બાઈક લઈ મિત્ર સાથે કરચલીયાપરામા જતો હતો. આ દરમિયાન જૂની અદાવતે આરોપી પ્રશાંત મુકેશ મકવાણા એ સાગરને રોડ વચ્ચે આંતરી બોલાચાલી કરી છરી વડે હુમલો કર્યો હતો. છરીનો એક ઘા સાગરનાં પેટમાં મારી નાસી છુટ્યો હતો. જેથી ઈજાગ્રસ્તને તત્કાળ સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવારના અંતે યુવાને પ્રશાંત મુકેશ મકવાણા વિરુદ્ધ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.ભાવનગર શહેરના મીઠાના અગર પાસે રહેતો યુવાન કરચલીયાપરામા તેના મિત્ર સાથે બાઈક લઈને જઈ રહ્યો હતો. તે વેળાએ જૂની અદાવતે આજ વિસ્તારમાં રહેતા શખ્સે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. જેથી યુવાનને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *