Gujarat

ભાવનગર ખાતે સ્જીસ્ઈ ઉદ્યોગો નિકાસ તરફ વળે અને નિકાસને વેગ મળેના હેતુથી માર્ગદર્શન સેમીનાર યોજાયો

ભાવનગર
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશનનાં સંયુક્ત ઉપક્રમે એમએસએમઈ ઉદ્યોગો નિકાસ તરફ વળે અને ભાવનગર ખાતેથી થતી નિકાસને વેગ મળે તેમજ એમએસએમઈ એકમોનું ભારતથી થતી નિકાસમાં શું યોગદાન હોઈ શકે તે હેતુથી ભાવનગર ખાતે એક માર્ગદર્શન સેમીનારનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમના પ્રારંભમાં ચેમ્બરનાં ઉપપ્રમુખ પ્રકાશ ગોરસીયાએ શાબ્દિક સ્વાગતની સાથે સાથે જણાવ્યું કે, હાલના સમયમાં એમએસએમઈ એકમોનું સંખ્યા અને મહત્વ વધારે છે અને સરકાર પણ એમએસએમઈ એકમોના વિકાસને મહત્વ આપે છે તે પરિસ્થિતિમાં એમએસએમઈ એકમોનું માર્કેટ માત્ર સ્થાનિક, ગુજરાત રાજ્ય કે દેશ પુરતું મર્યાદિત ન રહે અને વિદેશમાં પણ તેમની પ્રોડક્ટનું વેચાણ કરી વધારે આર્ત્મનિભર બને અને દેશને કિંમતી હૂંડિયામણ કમાવી આપે તે મહત્વનું છે. આ માર્ગદર્શન સેમીનારનાં માધ્યમથી મળનાર જ્ઞાનનો લાભ લઇ એમએસએમઈએકમો એક્ષ્પોર્ટને વધારે વિકસાવે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમનાં મુખ્ય વક્તા અને એક્ષ્પોર્ટ-ઈમ્પોર્ટનાં નિષ્ણાંત અંકિત મજમુદારે જણાવ્યું કે, એમએસએમઈ ઉદ્યોગો વધારે વિકસે અને વધારે એક્ષ્પોર્ટ કરે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સહાય માટેની ઘણી બધી યોજનાઓ છે જેમ કે નાણાંકીય સહાય, ક્વોલીટી સર્ટીફીકેશન સહાય, પ્લાન્ટ એક્ષ્પાન્સન સહાય વગેરેનો સમાવેશ થાય છે. એમએસએમઈ એકમોને ખાસ કરીને નાણાંકીય પ્રશ્નો નડતા હોય છે તે પ્રશ્નો હલ થાય તે માટે સરકાર દ્વારા ૪ ટકા જેવા વ્યાજના દરે નાણાંકીય સહાય ઉપલબ્ધ છે. ભારત સરકારની ઇર્ંડ્ઢ્‌ઈઁ સ્કીમમાં એક્ષ્પોર્ટરને ૪ ટકા સુધીની સહાય મળવાપાત્ર છે. ટેક્ષટાઈલ્સમાં એપેરલ અને મેનમેડ પ્રોડક્ટની કુલ એફઓબી વેલ્યુ ઉપર ૬ થી ૮ ટકા જેટલી સહાય મળવાપાત્ર છે. આ ઉપરાંત ભારત સરકારનાં ઈસીજીસી દ્વારા એક્ષ્પોર્ટરોને એક્ષ્પોર્ટ કરવામાં આવતા માલની કુલ કિંમતના ૯૦ ટકા સુધીનાં પેમેન્ટનું રિસ્ક કવરેજ આપવામાં આવે છે. ટૂંકમાં એમએસએમઈ એકમોનો વિકાસ થાય અને તેમનું એક્ષ્પોર્ટ વધે તે માટે સરકાર આ બધા લાભો આપે છે. વિશેષમાં તેઓએ જણાવેલ કે દેશના હાલના એક્ષ્પોર્ટમાં ૪૦ ટકા હિસ્સો એમએસએમઈ એકમો ધરાવે છે અને અંદાજે ૧૨ કરોડ લોકોને સીધી રોજગારી પાડે છે. ત્યારબાદ પ્રશ્નોતરી શેસનમાં ઉપસ્થિત એમએસએમઈ એકમોના પ્રતિનિધિઓ દ્વારા તેમના મૂંઝવતા પ્રશ્નો રજુ કરેલ જેનું ઉપસ્થિત વિષય નિષ્ણાંત દ્વારા સંતોષકારક માહિતી-માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, આ પ્રસંગે એ.એમ.એ. ના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જયોર્જ વર્ગીશ, ચેમ્બરના હોદેદારો, મેનેજીંગ કમિટીના સભ્યો તથા વિશાળ સંખ્યામાં એમએસએમઈ એકમોનાં પ્રતિનિધિઓ, એક્ષ્પોર્ટરો અને ઉધોગસાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *