Gujarat

માંગરોળના દરિયામાં પડી જતા ૩૬ વર્ષિય યુવાન ગુમ

જૂનાગઢ તા.૨૩, મહારાષ્ટ્રના કવાટા ઘોડીપાડા ખાતે રહેતો બીપીનભાઇ રમણ ઘોડી(ઉ.વ.૩૬) તા.૧૨/૮/૨૦૨૨ને રાત્રીના દશેક વાગ્યા આસપાસ માંગરોળ બંદર સામે આશરે દસેક નોટીકલ માઇલ દરિયામાં માન્યતા બોટ રજી.નંબર-IND-GJ-11-MM  ૩૭૫૨માં માછીમારી કરતો હતો. તે દરમિયાન કોઇ પણ રીતે દરિયામાં પડી જતા ગુમ થયો છે. તેમની ઉંચાઇ ૫.૬ ફુટ, બાધો મધ્યમ અને રંગ ઘઉવર્ણ છે. તેમણે પીળા કલરનો આખી બાયનો શર્ટ તથા કાળા કલરનો બરમુડો પહેર્યો છે. આ યુવાનની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માંગરોળ મરીન પોલીસે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *