માંગરોળ બંદર ખારવા સમાજ ના માછીમારો માછીમારી દરમિયાન પોતાની જાળ મા આવતા પ્લાસ્ટિક કે નકામા કચરાને દરિયામા નહી નાખી તે પ્લાસ્ટિક ને કિનારે પાછો લાવી તેનો યોગ્ય નિકાલ કરી દરિયા દેવ ને સ્વચ્છ કરવાનુ આ ઉમદા કાર્ય કરવા બદલ સ્થાનિક સંસ્થાઓ દ્વારા દરેક સ્વચ્છતા સેનાની ઓનુ હાર પહેરાવી મુવમેન્ટ અાપી સન્માન કરવામા આવ્યુ હતુ. માછીમારી સીઝન દરમિયાન અંદાજીત ૧૦ ટન જેટલા પ્લાસ્ટિક ને દરિયા માથી બહાર કાઢી યોગ્ય નિકાલ કરવા બદલ શ્રી મહાવીર મચ્છીમાર સહકારી મંડળી દ્વારા સન્માન પત્ર આપી સંન્માનવામા આવ્યા હતા. આ કાર્યક્રમ નુ આયોજન શ્રી મહાવીર મચ્છીમાર મંડળી તેમજ NETFISH- MPEDA દ્વારા કરવામા આવ્યુ હતુ જેમા પટેલશ્રી પરસોતમભાઈ ખોરાવા, બંક્ષીપંચ મોરચા ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી વેલજીભાઈ મસાણી, મહાવીર મંડળી ના પ્રમુખ શ્રી દામોદરભાઈ ચામુડિયા, બોટ એશોસીએસન ના પ્રમુખ શ્રી ખીમજીભાઈ પરમાર, હોડી એશોસીએસન ઉપપ્રમુખ શ્રી જેઠાભાઈ, NETFISH MPEDA ના જીજ્ઞેશભાઈ, જમનાદાસભાઈ વંદુર. માધાભાઈ ભદ્રેસા તેમજ બહોળી સંખ્યા મા માછીમારો એ હાજરી આપી હતી.,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

