Gujarat

છોટાઉદેપુર જિલ્લામા ફરી એકવાર રાઠવા જાતિનો મુદ્દો ગરમાયો છે,રાઠવા જાતિની ઓળખ અને જાતિના દાખલા સામે ઉભા થયેલ પ્રશ્નનું આજ દિન સુધી નિરાકરણ ન આવતા વડોદરા અને છોટાઉદેપુર જિલ્લા રાઠવા એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે,

રાઠવા જાતિના પ્રશ્નનો ઉકેલ ત્વરિત લાવવામાં નહિ આવે તો ટુંકજ સમયમાં આદિવાસી યુવાનો દ્વારા અચોક્કસ મુદ્દત માટે જિલ્લા બંધ નું એલાન આપવાની સાથે જિલ્લામાં રસ્તા રોકો આંદોલન સહિતના કાર્યક્રમો આપવામાં આવશે જેની જવાબદારી સરકાર અને તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે, ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ સમસ્ત રાઠવા સમાજ દ્વારા જિલ્લાના જન પ્રતિનિધિઓ સાંસદ અને ધારાસભ્યોને ઘરનો ઘેરાવો કરી રજુઆત પણ કરવામાં આવી હતી, ભૂતકાળમાં આ મુદ્દે અનેક આંદોલનો પણ કરવામાં આવ્યા છે,450 જેટલા રાઠવા જાતિના યુવાનો અલગ અલગ વિભાગોમાં નોકરી માટે પરીક્ષાઓ પાસ કરી નિમણુંક પામ્યા હોવા છતાં તેઓને નોકરીના ઓર્ડર આપવામાં નથી આવ્યા ત્યારે હવે આ છેલ્લું આવેદન પત્ર હવે માત્ર આંદોલન નો માર્ગ અપનવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220725_164548.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *