માંગરોળ તાલુકાના લોએજ ગામના નંદાણિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
માંગરોળ તાલુકાના લોએજ ગામના રૂડીબેન માલદેભાઈ નંદાણિયા(ઉ.વ.૯૩) કે જે જગમાલભાઈ માલદેભાઈ નંદાણિયાના માતૃશ્રી તેમજ મહાદેવ ગૃપના સક્રિય કાર્યકર તથા રેગ્યુલર રક્તદાતા અને તાલુકાકક્ષાએ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયેલ સરમણભાઈ વીરાભાઈ નંદાણિયાના દાદી નુ ૨૮/૪/૨૨ ગુરુવારના રોજ અવસાન થયેલ આ દુઃખદ સમયે તેના પરિવાર દ્વારા ચક્ષુદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો આથી લોએજ ગામના સામાજીક અગ્રણી અને ચક્ષુદાનની પ્રવૃતિ સાથે જોડાયેલા મસરીભાઈ બામરોટીયાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન-આરેણાના સંચાલકશ્રીને જાણ કરતાં” ચક્ષુદાન સ્વિકારી કરવામાં આવ્યુ.તેમજ આજના ચક્ષુનો સ્વિકારી મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળને આ બંન્ને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં છે.
આ પરિવારના આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન આરેણા વંદન કરે છે.
નંદાણિયા પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને રૂડીબેનને શ્રધ્ધાંજલી અર્પે છે.
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
