જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામના દિલીપભાઈ ભરડા ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી પોતાની ઓગણીસ વર્ષની નોકરી પૂર્ણકારી પોતાને માદરે વતન શીલ ગામે પરત ફરતા શીલ ગામના યુવા સરપંચ જયેશભાઈ ચુડાસમા અને જિલ્લા પંચાયતના સદસ્ય રામજીભાઈ ચુડાસમાં અને ગ્રામ પંચાયતના સદસ્ય અને ગ્રામ જનો દ્વારા પ્રથમ શીલ બસ સ્ટેન્ડ ખાતે ગામના રીટાયર ફોજીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલ તેમજ ગ્રામજ્નો દ્વારા ફૂલ હાર થી રીટાયર ફોજીનું અને તેમના ધર્મ પત્નીનું સન્માન કરવામાં આવેલ ત્યાર બાદ ડીજેના તાલ સાથે વાજતેગાજતે ગામમાં સામૈયુ કરવામાં આવેલ અને ગ્રામજનો દ્વારા સન્માનિત રીતે ફોજીના ઘર વાજતેગાજતે પહોચાડયા ફોજી દિલિપભાઈ ભરડા આભાર માનતા જણાવ્યુ હતુ કે શીલ ગામના યુવા સરપંચ જયેશ ચુડાસમા એ નવી પ્રથા શરૂ કરીછે કે કોઈપણ અમારા ગામના ફોજી રીટાયડઁ થઈ પરત ફરે તેમનું ગ્રામજનો અને ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરવામાં આવશે તેવું યુવા સરપંચે જણાવ્યું હતું,, જેથી ઉપસ્થિત લોકોએ તેમજ ફોજીના પરિવાર દ્વારા સરપંચ નો આભાર માનવામાં આવ્યો હતો,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
Attachments area

