Gujarat

 માંગરોળ બંદર વિસ્તારમાંથી મકાનનુ તાળુ તોડી રોકડ તથા સોનાના દાગીના મળી કુલ રૂ. ૧૬૦૦૦૦/-ની ઘરફોડ ચોરીમા સંડોવાયેલ ઇસમને ચોરીમા ગયેલ મુદામાલ સહીત મળી કુલ કિ.રૂ. ૧૯૩૭૫૦/- નો મુદામાલ રીકવર કરી ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુન્હાનુ ડીટેક્ટ કરતી માંગરોળ મરીન પોલીસ,, 

માંગરોળ મરીન પો.સ્‍ટે.ગુ.ર.નં. ૧૧૨૦૩૦૦૫૨૨૦૨૫૧/૨૦૨૨ ઇ.પી.કો.કલમ- ૩૮૦,૪૫૪, ૪૫૭  મુજબનો ગુન્હો ગઈ તા.૨૧/૦૯/૨૦૨૨ ના કલાક-૧૦/૦૦ થી તા.૨૨/૦૯/૨૦૨૨ ના કલાક ૦૭/૦૦ વાગ્યે માંગરોળ બંદર એગ્રો પાછળ પંજાબ વિસ્તારમા બનેલ છે આ કામના અજાણ્યો ચોર ઇસમએ ફરીયાદી પારૂબેન વા/ઓફ રમેશભાઇ નરશીભાઇ ભાદ્રેચા જાતે ખારવા રહે.માંગરોળ બંદર એગ્રો પાછળ પંજાબ વિસ્તાર તા.માંગરોળ વાળીના બંધ મકાનમાં ઘરમાં કોઇ પણ રીતે પ્રવેશ કરી અંદરના રૂમના દરવાજાનુ તાડુ ખોલી સ્ટીલના ડબ્બામાં રાખેલ  સોનાનો આશરે ચાર તોલાનો ચેઇન-૧ આશરે કિ.રૂ.૮૦,૦૦૦/- તથા રૂદ્રાક્ષ ની સોનાની માળા-૧ આશરે બે તોલાની આશરે કિ.રૂ.૪૦,૦૦૦/- તથા એક સોનાની પાંદડાવાળી બુટી અડધા તોલાની આશરે કિ.રૂ.૧૦૦૦૦/- તથા એક સોનાની જુમર વાળી બુટી એક તોલાની આશરે કિ.રૂ. ૨૦,૦૦૦/-તથા બે સોનાની વીટી અડધા તોલાની આશરે કિંમત રૂ.૧૦,૦૦૦/- જેની કુલ કી.રૂ.૧,૬૦,૦૦૦/- ની માલમતાની તથા રોકડા રૂપિયા જે પોતાને કેટલા હતા તે યાદ ન હોય તે કોઇ ઇસમ ચોરી કરી લઇ જઇ ગુન્હો દાખલ થયેલ.
ઉપરોક્ત બનાવ બાબતે જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવીતેજા વાસમશેટ્ટી સાહેબ દ્વારા જીલ્લામા બનતા ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર આરોપીને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પડેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક માંગરોળ ડી.વી.કોડિયાતર સાહેબ નાઓની સુચનાથી માંગરોળ મરીન પો.સ્ટેના પોલીસ ઇન્સ શ્રી એસ.એન.સાટી તથા પો.સબ.ઇન્સ શ્રી એસ.આર.સોલંકી તથા પો.સ્ટાફ માંગરોળ મરીન પો.સ્ટે વિસ્તારમાં ચોરીના ગુન્હા શોધી કાઢવા અને ગુન્હા બનતા અટકાવવા માટે સતત પ્રયત્નશીલ હોય તેમજ ઉપરોકત માંગરોળ મરીન પો.સ્ટે ખાતે નોધાયેલ ગુન્હાના કામે અંગત બાતમીદારથી હકિકત મેળવવા અને અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે અગંત બાતમીદારો તથા બનાવ સ્થળ તથા બનાવ સ્થળની નજીકના સી.સી.ટી.વી ફુટેઝ તથા ટેકનીકલ સેલના માધ્યમથી પ્રત્યન ચાલુ હતા દરમ્યાન માંગરોળ મરીન પો.સ્ટેના પોલીસ ઇન્સ. શ્રી એસ.એન.સાટી તથા પો.સબ.ઇન્સ. શ્રી એસ.આર.સોલંકી તથા નાયબ પોલીસ અધિક્ષક માંગરોળની કચેરીના એ.એસ.આઇ. કે.પી.ધામા તથા એ.એસ.આઇ. પી.બી.ચુડાસમા તથા માંગરોળ મરીન પો.સ્ટેના પો.હેડ.કોન્સ. એચ.બી.ડોડીયા તથા પો.કોન્સ. રાજુભાઇ ગળચર તથા પો.કોન્સ. પ્રતાપસિંહ સિસોદીયાનાઓને સંયુકતમાં ખાનગી રાહે ચોકકસ હકિકત મળેલ કે સદરહુ ગુન્હામાં સંડોયાવેલ આરોપી આ ગુન્હાનો ચોરાયેલ મુદામાલ માંગરોળ કોઇ સોની પાસે દેવા જનાર છે તેવી ચોકકસ હકકિત મળેલ જેથી માંગરોળ બંદર ખાતે જાનીયાપીરની દરગાહ પાસે તપાસ વોચમાં બેસતા એક ઇસમ માંગરોળ બંદર તરફથી ચાલીને આવતો હોય જે અમો પોલીસને જોઇ આડાઅવળો ભાગવા લાગેલ જેથી સાથે પો.સ્ટાફના માણસોએ મજકુરને પકડી મજકુરની પંચો રૂબરૂ ઝડતી તપાસ કરતા મજકુરના પેન્ટના ખીસ્સામાંથી એક પ્લાસ્ટીકની કોથળીમાં ભારતીય ચલણી નોટો જે અલગ દરની કુલ રૂ.૫૦૧૫૦ /- તથા મજકુરના પેન્ટના બીજા ખીસ્સામાંથી એક પ્લાસ્ટીકની કોથળીમાં સોનાના દાગીના જેમા સોનાની ચેઇન પેન્ડલ વાળી અંદાજીત સવા ચાર તોલાની કી.રૂ ૮૫૨૦૦/- તથા રૂદ્રાક્ષ સોનાની માળા અંદાજીત પોણા બે તોલાની કી.રૂ ૩૪૦૦૦/- તથા સોનાની એક જોડ બુટી પાંદડી વાળી અંદાજીત પોણા તોલાની કી.રૂ ૧૪૪૦૦/-  તથા એક રેડમી કંપનીનો એન્ડ્રોઇડ મો.ફોન એક કી.રૂ ૧૦૦૦૦/- મળી કુલ કી.રૂ ૧૯૩૭૫૦/- મળી આવેલ સદરહુ સોનાના દાગીના તથા રોકડ રૂપીયા બાબતે યુકિત પ્રયુકિત થી પુછપરછ કરતા મજકુરએ માંગરોળ બંદર પંજાબ વિસ્તારમાં પારૂબેન ભાદ્રેચા ના મકાનમાંથી ચોરી કરેલાનુ પંચો રૂબરૂ કબુલતા મજકુર વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા હસ્તગત કરેલ છે
હસ્તગત કરેલ આરોપી
સિધ્ધાત ભીખુભાઇ ભાદ્રેચા જાતે-ખારવા ઉ.વ.-૨૩ ધંધો-માછીમારી રહે.-માંગરોળ બંદર ચોઇટા ફળીયુ તા.માંગરોળ
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ
કુલ રોકડ રૂપિયા રૂા.૫૦૧૫૦/-
સોનાના દાગીના
સોનાની ચેઇન પેન્ડલ વાળી -૧  કી.રૂ ૮૫૨૦૦/-
રૂદ્રાક્ષ સોનાની માળા -૧  કી.રૂ ૩૪૦૦૦/-
સોનાની એક જોડ બુટી પાંદડી વાળી -૧  કી.રૂ ૧૪૪૦૦/-
રેડમી કંપનીનો એન્ડ્રાઇડ મો.ફોન -૧  કી.રૂ ૧૦૦૦૦/-
કુલ મુદ્દામાલ કી.રૂ. ૧૯૩૭૫૦/-
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એસ.એન.સાટી તથા પો.સબ.ઇન્સ શ્રી એસ.આર.સોલંકી તથા નાયબ પોલીસ અધિક્ષક માંગરોળ કચેરીના એ.એસ.આઇ કે.પી.ધામા તથા એ.એસ.આઇ. પ્રદીપસિંહ બી.ચુડાસમા તથા માંગરોળ મરીન પો.સ્ટેના પો.હેડ કોન્સ એચ.બી.ડોડીયા તથા પો.કોન્સ રાજુભાઇ ગળચર તથા પો.કોન્સ પ્રતાપસિંહ સિસોદીયા પો.કોન્સ. મીલનભાઇ ગોહેલ તથા પો.કોન્સ ચંદ્રસિંહ સિસોદીયા વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી આ કામગીરી કરેલ છે.
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

20221002_190842.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *