Gujarat

માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ૭૩ મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ.. ભારત માતા નુ પુજન તેમજ સમુહ આરતી કરાઈ 

જુનાગઢ જિલ્લા ના માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ૨૬ જાન્યુઆરી ૭૩ મા પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે આજરોજ લીમડા ચોક મા જાહેર જનતા માટે ભારત માતા ના પુજનનુ આયોજન કરાયુ હતુ તેમજ આ અવસરે પ્રણામી મંદિર ના પુજારીશ્રી, વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા મંત્રી વિનુભાઈ મેસવાણીયા.વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, સહમંત્રી પંકજભાઈ રાજપરા , કમલેશજી ગોહેલ સહીત હોદ્દેદારો તેમજ કાર્યકરો  દ્વારા ભારત માતા ની સમુહ મા આરતી પણ કરી પ્રસાદ વિતરણ કરાયુ હતુ. આ કાર્યક્રમમા વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના કાર્યકરો તેમજ રાષ્ટ્રીય પ્રેમી લોકો બહોળી સંખ્યા મા જોડાઈ ભારત માતા નુ પુજન તેમજ આરતી કરી ૭૩ મા પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરાઈ હતી.
રીપોર્ટર ..વિનુભાઇ મેસવાણિયા માંગરોલ

IMG-20220126-WA0067.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *