ઓકટોબર- મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢના શોધ યોજનાના લાભાર્થી સંશોધક સાથે સંવાદ કરી પ્રોત્સાહન આપ્યુ હતું. અગરિયા વિષય ઉપર પીએ.ડી. કરનારા જૂનાગઢના સંશોધક અશ્વિનભાઈ ચાવડાને રૂ. ૧,૫૦,૦૦૦ની સ્ટાઈપેન્ડ શોધ યોજના અન્વયે પ્રાપ્ત થઇ હતી. આ સંશોધકે કહયુ હતું કે, સંશોધકો માટે શોધ યોજના લાભકારક યોજના છે. શોધ યોજનાના સ્ટાઇપેન્ડથી રિસર્ચ-ઇનોવેશનને પ્રોત્સાહન મળશે.
જૂનાગઢ જિલ્લાથી અશ્વિનભાઈ ચાવડા જણાવે કે તેઓએ જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિર્વસિટીમાંથી ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં અગરીયા વિષય ઉપર લોક-સાહિત્યમાં પર PH.D. નો અભ્યાસ કરે છે. તેમને સરકારશ્રીની શોધ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માં દર-મહિને રૂ. ૧૫,૦૦૦ મળતા હતા. અત્યાર સુધી વર્ષની કુલ રૂ. ૧,૫૦,૦૦૦ની સ્ટાઈપેન્ડ મળી ગઇ છે.
તેમને SHODH યોજના હેઠળ દર-મહિને સ્ટાઈપેન્ડ સહાય મેળવવામાં કોઈ તકલીફ પડી નહતી. આ વિશે અશ્વિનભાઈએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાલ પટેલને જણાવ્યુ હતું કે, તરસ્યાંને જેમ પાણી મળે અને તરસ સંતોષાય, તેમ તેમનાં શોધકાર્ય (રીસર્ચ)માં આ SHODH યોજના આર્થિક રીતે ઘણી ઉપયોગી થઇ છે. તેમનાં રીસર્ચમાં ફીલ્ડ વર્ક વધુ હોવાથી તેમને પૈસાની ખુબ જરૂર રહેતી હતી. આ રકમ PH.D. નાં અભ્યાસક્રમમાં ખુબ ઊપયોગી થઇ હતી.
તેઓ વધુમાં કહે છે કે, શોધ યોજનાની સ્ટાઈપેન્ડ સહાય પીએચ.ડી.ના સંશોધકોને ખુબ મદદરૂપ નીવડે છે, જરુરિયાતમંદ સંશોધક માટે આ શોધ યોજના બહુ ઉપયોગી છે. જે સંશોધકોને પ્રોત્સાહન આપે છે. તેમનાં જેવાં PH.D. નો અભ્યાસ કરનાર અનેક સંશોધકોને દર વર્ષે આ યોજનાનો લાભ મળે છે. તેઓ ખુદને આ યોજનાનો લાભ મળેલ હોવાથી તેઓ ધન્યતા અનુભવે છે તેમજ સરકાર પ્રત્યે ઋુણની લાગણી વ્યકત કરે છે. અશ્વિનભાઈએ મુખ્યમંત્રીનો આ માટે ખુબ-ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
