Gujarat

માણાવદર વિધાનસભા બેઠકની સુચારૂ ચૂંટણી પ્રક્રિયા માટે ઉમેદવારો સાથે ઓબ્ઝર્વર શ્રી સી. શુધાંસુ રેડ્ડીની અધ્યક્ષતામાં તા.૧૭મીએ બેઠક યોજાશે

જૂનાગઢ તા.૧૫     ૮૫- માણાવદર વિધાનસભા બેઠક પર સુચારૂ રીતે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજવા માટે ઓબ્ઝર્વર શ્રી સી. સુધાંશુ રેડ્ડીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના તમામ ઉમેદવારો તેમજ અન્ય ઉમેદવારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક તા.૧૭-૧૧-૨૦૨૨ ના રોજ ૦૪ કલાકે પ્રાંત અધિકારીશ્રીની કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. (સંપર્ક નંબર ૯૩૬૨૩૬૮૧૮૪) જેની સંબંધીતોએ નોંધ લેવી તેમ ચૂંટણી અધિકારી અને આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી અનુલ ચૌધરીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *