આ બેઠક પર જાતિવાદી સમીકરણોની વાત કરીએ તો જેતપુરમાં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રીય, માલધારી, બ્રાહ્મણ, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે. 100 ટકામાંથી 7 ટકા કોળી, 45 ટકા લેઉવા પટેલ, 13 ટકા દલિત, 7 ટકા લઘુમતી, 5 ટકા કડવા પટેલ, 5 ટકા ક્ષત્રિય અને અન્ય 18 ટકા મતદારો છે.
હાલ વિધાનસભા 2022 ની ચૂંટણીનું બ્યુંગલ વાગી ચૂક્યું છે ત્યારે તમામ પક્ષોએ એડી ચોટી નો જોર લગાવવાનું ચાલુ કર્યું છે ત્યારે જાહેર સભાઓ પ્રચાર ઝુંબેશ દ્વારા મતદારોને રીઝવવાની હોડ લાગી છે. ત્યારે પોતાના વિસ્તારમાં કેવી સમસ્યાઓ છે અને શું જરૂરિયાતો છે તેનાથી તો દરેક મતદાતા વાકેફ હોય છે, પરંતુ પોતાના વિસ્તારના રાજકીય કાવાદાવાઓ જાણવા ખૂબ જરૂરી છે. આ લેખમાં આજે અમે વાત કરવા જઇ રહ્યા છીએ જેતપુર વિધાનસભા બેઠકની, ત્યાંની પ્રજાની સમસ્યાઓ, રાજકીય માહોલ અને વિવાદો વિશે.
જેતપુર વિધાનસભા બેઠક પર 1990થી ભાજપનો દબદબો છે, જેમાં 2012માં કોંગ્રસમાંથી જયેશ રાદડિયાએ ભારે બહુમતી સાથે જીત મેળવી હતી
ગુજરાતનું મીની ઔદ્યોગિક હબ
છેલ્લા પાંચ દાયકાઓથી ધૂપ-છાવમાંથી પસાર થઇને આજે પણ અડીખમ ઉભેલા જેતપુર શહેરનો સાડી ઉદ્યોગ કે જેને કારણે જેતપુર શહેરનું નામ દેશ-વિદેશમાં ગુંજી રહ્યું છે. જેતપુર એક એવું શહેર છે જ્યાં ડાઇંગ ઉદ્યોગ સૌથી વધુ છે. 1970-90 જેતપુર સાડી ઉદ્યોગનો સુવર્ણયુગ માની શકાય. આ ગાળામાં જેતપુર શહેરની સરખામણી દુબઇ સાથે થતી હોવાથી મીની દુબઇ એવું જેતપુરને ઉપનામ મળ્યું હતું. આ સમય દરમ્યારન સમગ્ર દેશમાં ઔદ્યોગિક શહેર તરીકે જેતપુરનું નામ ગુંજતું હતું.
જેતપુર બેઠકના રાજકીય ઉતાર-ચઢાવ
જેતપુર વિધાનસભા બેઠક 1990થી ભાજપનો દબદબો છે, જેમાં 2012માં કોંગ્રસમાંથી જયેશ રાદડિયાએ ભારે બહુમતી સાથે જીત મેળવી હતી. બે મહિના બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ફરી પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપમાંથી જયેશ રાદડીયાનો ભવ્ય વિજય થયો હતો અને આ બેઠક પર ભાજપે પોતાની પકડ મજબૂત બનાવી હતી.
વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી. કોંગ્રેસના જયેશ રાદડિયા સામે ભાજપના જશુમતીબેન કોરાટનો 18033 મતે પરાજય થયો હતો. વિજેતા ઉમેદવાર જયેશ રાદડિયાને 85827 મત અને તેમના નિકટના હરીફ જશુમતિબેનને 67794 મત મળ્યા હતા.
આંકડાઓ અનુસાર આ બેઠક પર કુલ 2.72.944 મતદારો નોંધાયા હતા. જેમાં અંદાજે 119815 મહિલા મતદારો અને 132901 પુરૂષ મતદારો નોંધાયા હતા. આ બેઠક પર જાતિવાદી સમીકરણોની વાત કરીએ તો જેતપુરમાં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રીય, માલધારી, બ્રાહ્મણ, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે. 100 ટકામાંથી 7 ટકા કોળી, 48 ટકા લેઉવા પટેલ, 13 ટકા દલિત, 7 ટકા લઘુમતી, 5 ટકા કડવા પટેલ, 5 ટકા ક્ષત્રિય અને અન્ય 18 ટકા મતદારો છે
જેતપુર બેઠક પર કેવી છે સમસ્યાઓ?
સૌ જાણે છે જેતપુરનો કાપડ ઉદ્યોગ માત્ર દેશ જ નહીં, પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત અને માંગમાં છે. ત્યારે કોરોના મહામારીના કારણ આ ઉદ્યોગની સ્થિતિ એટલી હદે વણસી છે કે તેને ઉભો કરવામાં વર્ષો લાગી શકે છે. તેમાંય મોંઘવારીનો માર આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો મજૂરોના પેટ પર પાટું મારી રહી છે.
બીજી તરફ ભાદર નદીના કાંઠે આવેલા જેતપુર શહેરમાં ઔદ્યોગિક પ્રદૂષણ સૌથી મોટી સમસ્યા બની છે. કારણ કે ઉદ્યોગોનું ગંદુ પ્રદુષિત પાણી ભાદરમાં ભળવાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થઇ રહ્યું છે. ખેડૂતોની માંગ આવા ઉદ્યોગો બંધ કરી અથવા ભાદરને પ્રદૂષિત થતી અટકાવવા યોગ્ય અને કડક પગલા લેવાની છે.
કેન્દ્ર સરકાર દ્વારા કાપડ પર જીએસટીમાં વધારો કરાતા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે જીએસટી વધારાના વિરોધમાં જેતપુર સાડી ઉદ્યોગના 1400થી વધુ એકમોએ બંધ રાખી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ઉદ્યોગકારોની માંગ 12 ટકાની જગ્યાએ 5 ટકા જીએસટી રાખવાનો હતો.
જેતપુર અને જામકંડોરણા બન્ને વિધાનસભાનું માળખું છે.જેતપુરને એ ગ્રેડની હોસ્પિટલ તેમજ એ ગ્રેડની નગરપાલિકા મળી હોવા છતાં કોઈપણ પ્રકારના પ્રજાલક્ષી કામો થયા નથી તેમ જ હોસ્પિટલ માંદગીના બીસાને જોવા મળી રહી છે.
પાંચ વર્ષમાં ધોરાજી રોડ ઉપર આવેલ ફાટક ઉપર પુલ બનાવવાની મંજૂરી મળી ગઈ હોવા છતાં અધૂરો પુલ બનાવી હાલ-પુલ હોવામાં અધરતાલ છે જેતપુર ની મુખ્ય સમસ્યા ટ્રાફિકની તેમજ જેતપુર શહેરમાં રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધા નો અભાવ લોકોને વર્ષોથી રહ્યો છે
બીજી તરફ જેતપુર પંથકમાં ખેડૂતોને સમયસર વીજળી ન મળવાની ફરીયાદો અવારનવાર ઉઠતી રહે છે. અનેક રજૂઆતો છતાં જગતના તાતને નિરાશા જ હાથમાં આવે છે. જેના કારણે પાકને નુકશાની જવાની રાવ ઉઠી છે. ખેડૂતોને છ કલાકના બદલે નિયમિત રીતે આઠ કલાક વીજળી આપવાની માંગ કરી સાથે છ કલાક આપવામાં આવતી વીજળી ટાઇમ પ્રમાણે આપવામાં ન આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
આ બેઠક પર વેપારી અને ખેડૂતો બંનેની માંગનું સંતુલન જાળવવું થોડું કપરું કામ છે. પરંતુ જો ભાજપને સરકાર જાળવવી હોય અથવા બીજા પક્ષે બાજી મારવી હોય તો પ્રજાની આ સમસ્યાને વાચા આપવી ખૂબ મહત્વની સાબિત થઇ શકે છે.
જેતપુર બેઠક પર વિવાદો
ભાજપના અગ્રણી નીતિન ઢાંકેચાએ પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા સામે ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે, જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જયેશ રાદડિયાએ રાજકોટ જિલ્લા સહકારી બેન્કમાં ભરતી કૌભાંડ કર્યું છે. જોકે, આ મામલે રાજ્ય સરકારમાં અનેક રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. એટલે હવે આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. આગામી ચૂંટણીને જોતા ભાજપના જ અગ્રણીઓએ પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પર કરેલા આક્ષેપના કારણે રાજકીય ગરમાવો પણ આવે તેવી શક્યતા છે.
2017 માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં જેતપુર વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 55.05 નોંધાઈ હતી.
2017 માં ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયા અને કોંગ્રેસના રવિ અંબાલિયા વચ્ચે સીધી ટક્કર હતી જેમાં જયેશ રાદડીયાને 98,948 વોટ મળ્યા હતા જ્યારે 73,367 વોટ મળ્યા હતા જેમાં કોંગ્રસના ઉમેદવારને 55.05 વોટના માર્જીનથી હરાવ્યાય


