Gujarat

માનવમંદિરના પરપ્રાંતીય મનોરોગી વૃધ્ધાનુ અવસાન. સમગ્ર માનવમંદિરમાં ગમગીની છવાઇ..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)

પ્રાપ્ત વિગત મુજબ રાજુલા પોલીસ દ્રારા તા. ૧૦/૪/૧૯ ના રોજ મનોરોગી ગુમનામ પરપ્રાંતીય વૃધ્ધાને માનવમંદિર ખાતે મુકી ગયેલ. જેમની આજ સુધી માનવમંદિરના સંતશ્રી ભક્તિરામ બાપુએ સેવા કરેલ. આજરોજ તેમનું દુખદ અવસાન થતાં તેમને અગ્નિદાહ ભક્તિરામબાપુએ આપેલ. તેમની સાથે આ સેવાયજ્ઞમા સેવાના ભેખધારી હિતેષભાઈ સરૈયા, બળવંતભાઈ મહેતા, કિશોરભાઈ પરમાર, લાખાભાઈ વેકરીયા કાલાવડની ટીમ ,
વિરદાદા જસરાજ સેનાના મોક્ષરથની સેવા મળેલ હતી પરપ્રાંતીય વૃધ્ધાના આત્માના કલ્યાણ અર્થે ગાયત્રીમંત્ર બોલી અગ્નીદાહ આપેલ..આમ એક મનોરોગી મહિલાનો આત્મા અનંતમાં વિલીન થતાં સમગ્ર માનવમંદિરમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

IMG-20220215-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *