અરવલ્લી
ગુજરાત રાજસ્થાન સરહદે આવેલ મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા ઇસરી પોલીસ સ્ટેશન હેઠળના મોટી મોરી ગામ પાસે ઇસરી પોલીસ વાહન ચેકીંગમાં હતી. ત્યારે રાજસ્થાન તરફથી આવતી એક ઓટોરિક્ષા શંકાસ્પદ જણાઈ હતી. જેથી પોલીસે આ રીક્ષાની તલાશી લેતા રીક્ષાની ડ્રાયવર સીટની નીચેના ભાગે એક ખાસ ખાનું બનાવ્યું હતું. તેમાં ૪૨૦૦૦ રૂપિયાની કિંમતની ૧૮૨ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રીક્ષા સહિત વિદેશી દારૂ મળી કુલ ૧૪૨૦૦૦ની કિંમતનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સરહદી વિસ્તારમાં બુટલેગરો અલગ-અલગ કિમીયા અપનાવી દારૂ ગુસાડવાના પ્રયત્નો પોલિસ માટે ચેલેન્જ રૂપ છે.ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે, ત્યારે બુટલેગરો કોઈને કોઈ યુક્તિ વાપરી પોલીસને થાપ આપી ગુજરાતમાં દારૂ ગુસાડવામાં ક્યાંક સફળ થાય છે. તો ક્યાંક પોલીસને પણ બૂટલેગરોની યુક્તિ નિષ્ફળ બનાવવામાં સફળતા મળે છે.


