મોડાસા
મહિસાગરના લુણાવાડા બસ સ્ટેશન અને મેઘરજ તેમજ માલપુર બસ સ્ટેશનમાંથી ચોરી કરેલા ૫ મોબાઈલ અને રાજસ્થાનમાંથી ચોરેલ બાઇક નં. આરજે ૨૭ એસવી ૦૦૫૧ લઈને રાજસ્થાનના બે શખ્સો શંકાસ્પદ હાલતમાં મોડાસાના બજારમાં ચોરીના મોબાઇલ વેચવા નીકળ્યા હોવાની માહિતીના આધારે પોલીસે મેઘરજ રોડ ઉપર પાવન સિટી પાસે વોચ ગોઠવી હતી અને ત્યાંથી પસાર થતાં રાજસ્થાનના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ બે આરોપી પૈકી રમેશ જાેરાજી અમરાજી કાલબેલિયા અગાઉ મોડાસાની મોબાઇલની દુકાનમાં ચોરીમાં ઝડપાઈ ચૂક્યો હતો પોલીસે બંનેની તલાશી લેતાં તેમની પાસેથી ચોરીના ૫ મોબાઈલ અને રાજસ્થાનમાંથી ચોરી કરેલ બાઇક મળ્યુ હતું.મોડાસા ટાઉન પોલીસે મહિસાગરના લુણાવાડા માલપુર અને મેઘરજ બસ સ્ટેશનમાંથી મુસાફરના સ્વાંગમાં રહી મુસાફરોના પર્સમાંથી ઉઠાંતરી કરેલા ૫ મોબાઈલ અને એક ચોરીના બાઇક સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી રૂ.૭૪ હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફે મોડાસા શહેરમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

