Gujarat

માણસાના ગોડાઉનમાંથી લોખંડના ફર્મા ચોરનાર ૨ આરોપીને પોલીસે ઝડપ્યા

ગાંધીનગર
ગાંધીનગરનાં માણસા તાલુકાના ફતેપૂરા રોડ પર આવેલ ખુલ્લા ગોડાઉનમાંથી લોખંડના ફર્મા અને જેકની ચોરીની ફરિયાદ માણસા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે અન્વયે માણસા પોલીસ મથકના પીઆઈ આર.આર. પરમારના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડનાં માણસો દ્વારા પેટ્રોલીંગ કરી બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. જેનાં પગલે એએસઆઈ દિનેશભાઈ મહાદેવભાઈને બાતમી મળી હતી કે, એક ઈસમ માણસા જીઆઈડીસી વિસ્તારમાં લોખંડના ફર્મા વેચવા માટે ફરી રહ્યો છે. જેથી સર્વેલન્સ સ્કવોર્ડની ટીમે નીલ ભુપેન્દ્રભાઈ મિસ્ત્રી (રહે. ગોજારીયા, વાસણીયાવાસ) ની અટકાયત કરી લેવામાં આવી હતી. જેની પાસેથી મળેલા પાંચ જેટલા ફર્માની પૂછતાંછ કરતાં તેણે કબુલાત કરી હતી કે બીજા લોખંડના ફર્મા, જેક સહિત અન્ય સામાન મંદિરની બાજુમાં આવેલા બાવળની જાડીમાં સંતાડી રાખ્યા છે. જેને સાથે રાખી પોલીસે બાવળની જાડી માંથી ચોરેલ ફર્મા સહિતનો લોખંડનો સામના મળી આવ્યો હતો. જેની વધુ પુછપરછમાં જાણવા મળેલું કે છેલ્લા પંદર દિવસથી તે અને તેનો મિત્ર તુષાર શંકરભાઈ પટેલ (ગોજારીયા) સાથે મળીને બાઈક પર ઉક્ત સ્થળેથી સામાન ચોરી કરીને અહીં ભેગો કરતા હતા. આથી પોલીસે તુષારની પણ ધરપકડ કરી લીધી હતી. પકડાયેલ ચોરો પાસેથી પોલીસે લોખંડના ફર્મા નંગ – ૫૮,લોખંડના જેક નંગ – ૨૭, લોખંડના ટેકા નંગ – ૧૫, મોબાઈલ ફોન અને બાઇક સહિત ૧ લાખ ૨૦ હજાર ૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *