Gujarat

રાંદેરના રામનગર વિસ્તારમાં ફટાકડાની દુકાનમાં આગ

સુરત
સુરતમાં રાંદેરના રામનગર વિસ્તારમાં આવેલા સીકે ક્રેકર્સ નામની ફટાકડાની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દુકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ફટાકડાની દુકાનમાં કોઈ કારણસર આગ લાગતા ધડાકાભેર અવાજાે આવવાના શરૂ થઈ ગયા હતા. જેના કારણે આસપાસના લોકોમાં પણ ભાઈનો માહોલ જાેવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ૧૧ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. રામનગર વિસ્તારમાં આવેલી ફટાકડાની દુકાનમાં એકાએક આગ લાગતા ફાયર વિભાગ ઘટના સ્થળ ઉપર પહોંચ્યું હતું. જાેતજાેતામાં ફટાકડાની દુકાન આગના લપેટામાં આવી ગઈ હતી. આસપાસના રાહદારીઓ પણ ગભરાઈ ગયા હતા. ફટાકડાની દુકાનમાં આગ લાગતા ધુમાડો પણ ખૂબ મોટા પ્રમાણમાં બહાર આવ્યો હતો અને સાથે સાથે ઘડાકાના અવાજ પણ વધુ આવવાના કારણે આસપાસના વિસ્તારમાં પણ ફફડાટ ફેલાયો હતો. ફાયર વિભાગના જણાવ્યા મુજબ સી.કે.ક્રેકર્સ નામની દુકાનમાં આગ લાગવાની ઘટનાનો કોલ મળતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી છે. મોરા ભાગળ, અડાજણ, રામનગર સહિતની ૧૧ જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી છે. અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *