રાજકોટ
હાલ માણસની પ્રકૃતિ જાણે વિકૃતિમાં બદલાઈ ગઈ હોય તેમ જણાય છે. કોઈને કોઈ ગામમાં તમે ઘણા સમયથી સાંભળતા આવ્યા હશો કે અજાણ્યા શખ્સો દ્વારા ખેતરનો પાક સળગાવી દેવાયો છે. ત્યારે રાજકોટના લોધિકાના મોટાવડા ગામે ખેતરોમાં આગ લાગતા આગ લગતા ૩૦૦ મણ એરંડો પાક બળીને ખાખ થઈ ગયો હતા. આ મામલે ખેડૂતે અજાણ્યા શખસોએ આગ ચાંપ્યાનો આક્ષેપ લગાવ્યો છે. આગ લાગવાની જાણ થતાં ગામ લોકો સહિત સરપંચ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર લોધિકાના મોટાવડા ગામના ખેતરમાં દિવસ દરમિયાન આગ લાગી હતી. આગ લાગવાની જાણ ખેતરના માલિકને થતા તેઓ ખેતરમાં દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ ઓલવી હતી. ખેતરમાં લાગેલી આગમાં ૩૦૦ મણ એરંડો બળીને ખાખ થઈ જતા ખેતરના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ એટલી પ્રચંડ હતી કે તેની સાથે ટ્રેકટરની ટ્રોલી પણ સળગી ઉઠી હતી


