Gujarat

અમદાવાદની પરિણીતાનું અફેર દિયર સાથે હોતા અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યું

અમદાવાદ
હાલ અભયમની ટીમ રોજ ઘણા ઘર – પરિવારને ટુંટતા બચાવી રહી છે ત્યારે અમદાવાદમાં ૧૫ વર્ષથી દિયર સાથે અફેર રાખી અને પોતાનો બનાવી રાખવા મહિલાએ પોતાની જ નાની બહેનના દિયર સાથે લગ્ન કરાવી દીધાં હતાં. જીજા-સાળીનો સંબંધ બની જતાં પ્રેમસંબંધ અંગે કોઈને શંકા પણ ન જાય અને સાથે રહી શકે તેના માટે મહિલાએ લગ્ન કરાવી દીધાં હતાં. જાેકે જ્યારે મોબાઈલમાં મોટી બહેન અને પતિ વચ્ચે વાતો અને ફોન કોલની જાણ થતાં મહિલાએ અભયમ હેલ્પલાઇન ૧૮૧ની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે બંને બહેનો અને યુવકનું કાઉન્સેલિંગ કર્યું હતું. ભાભી-દિયરમાંથી જીજા સાળી બનીને પ્રેમ સંબંધનો અંત લાવી પતિ-પત્ની અલગ રહેવા જશે તેવી બાંહેધરી આપતા સુખદ સમાધાન થયું હતું. પતિએ મારઝુડ કરી ઘરમાંથી કાઢી મૂકી છે અને હવે ઘરમાં રહેવાની ના પાડે છે. જેથી હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. હેલ્પલાઇનની ટીમે મહિલાની પૂછપરછ કરતા તેનું નામ છાયા હોવાનું જણાવ્યું હતું. મૂળ ઉત્તરપ્રદેશના અયોધ્યાની રહેવાસી છે અને ૧ વર્ષ પહેલાં જ સંજય સાથે તેના લગ્ન થયા છે. પત્નીએ જણાવ્યું હતું કે, તેની મોટી બહેનના દિયર સાથે જ લગ્ન કરાવવામાં આવ્યા છે. બંને બહેનોના એક ઘરમાં જ બે સગાભાઈઓ સાથે લગ્ન થયેલા છે અને સાથે જ રહે છે. મોટી બહેનના લગ્ન ૧૫ વર્ષ પહેલાં થયા હતા. પરિણીતાનો પતિ હંમેશા મોબાઈલમાં વ્યસ્ત અને મોટી બહેન પણ ઘરમાં સતત કામ કરાવતી હોવાથી તેને શંકા ગઈ હતી. પતિનો મોબાઈલ જાેતા તેમાં પોતાની મોટી બહેન અને પતિ સંજય વચ્ચેની ચેટ અને ફોન કોલ મળી આવ્યા હતા. બંનેને આ બાબતે પૂછતાં જાણવા મળ્યું હતું કે, મોટી બહેન અને પતિ સંજય બંને પ્રેમમાં હતા. બંને એકબીજા સાથે પ્રેમ રહે અને કોઈને પ્રેમસંબંધ અંગે જાણ ન થાય તેના માટે દિયરના લગ્ન છાયા સાથે કરાવી દીધા હતા. ભાભી-દિયર અને બાદમાં જીજા-સાળીનો સંબંધ બનાવી એકબીજાના પ્રેમ જાળવી રાખવા આ રીતે મોટી બહેને નાની બહેનને પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા હતા. આ સમગ્ર બાબતે મહિલા હેલ્પલાઇનની ટીમે કાયદાકીય માહિતી આપી હતી. તેઓએ સમાજના વચ્ચે ભૂલ સ્વીકારી માયા પોતાના દિયરમાંથી જીજાજી બનાવેલા સંજય સાથેના સંબંધોનો અંત લાવી અને પત્ની સાથે અલગ રહેવા જવાની બાંહેધરી આપી હતી. આમ મહિલા હેલ્પલાઇનની બંને બહેનોના લગ્નજીવનને તૂટતાં બચાવી લીધું હતું.

15-year-old-affair.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *