રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા અને ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે મુખ્ય ૪૮ માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં વેસ્ટ ઝોનમાં સત્યસાંઈ હોસ્પિટલ મેઈન રોડ પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડાઉન પ્લાનિંગ શાખા દ્વારા ૭૧ જગ્યાએ ગેરકાયદેસર ખડકેલા છાપરા જેસીબીથી તોડી પડાયા હતા. જેમા ૮૧૪.૨૫ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ હતી. વન વીક વન રોડ અંતર્ગત વેસ્ટ ઝોનમાં સત્યસાંઈ હોસ્પિટલ મેઈન રોડ પર જાહેરમાં કચરો ફેકનાર કે ગંદકી કરવા બદલ ૧૨ આસામીઓ પાસેથી રૂ.૩૦૦૦, કચરાપેટી કે ડસ્ટબીન ન રાખવા બદલ ૧ આસામી પાસેથી રૂ.૫૦૦, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા કે ઉપયોગ કરવા બદલ ૧૮ આસામીઓ પાસેથી રૂ.૯૦૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. સી એન્ડ ડી વેસ્ટ ઉપાડવાની કામગીરીમાં ૧ આસામી પાસેથી રૂ.૧૦૦૦નો ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. આમ, કુલ ૩૨ આસામીઓ પાસેથી રૂ.૧૩૫૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. બાંધકામ, વોટરવર્કસ, ડ્રેનેજ શાખા સેન્ટ્રલ ઝોન વોર્ડ નં.૮ અને ૧૦ દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત આજે ૧૪ સ્ટ્રોમ વોટર મેનહોલની સફાઇ, ૪૮ ડ્રેનેજ મેન હોલની સફાઇ, ૧૮ પાણીની વાલ્વ ચેમ્બરની સફાઇ, ૧૫ પેવિંગ બ્લોક રિપેરિંગ, ૫ રોડ રિપેરિંગ, ૧૨ રબ્બીશ ઉપાડવાની કામગીરી કરવામા આવી હતી. હાલ કામગીરી ચાલી રહી છે.


