રાજકોટ
રાજકોટના કુવાડવા રહેતી મહિલાએ ગુંદા ગામના મુકેશ સાગઠિયા સાથે પ્રેમસંબંધ બંધાતા મૈત્રીકરાર કર્યા હતા. આ વાતનો ખાર રાખી મુકેશની પત્ની્ ગઇકાલે કુવાડવા આવી ‘તું મારા પતિને રાખીને બેઠી છો, એ ક્યાં છે?’ કહી ધોકા-પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. મહિલાને છોડાવવા ૧૬ વર્ષનો પુત્ર વચ્ચેં પડતાં તેને પણ ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે કુવાડવા ગામમાં રહેતી મહિલાની ફરિયાદ પરથી ગુંદા ગામની જમનાબેન મુકેશ સાગઠીયા, મંજુબેન રમેશ સાગઠીયા, રેખાબેન દિનેશ સાગઠીયા, જયાબેન રવજી સાગઠીયા અને વિપુલ રમેશભાઇ સાગઠીયા સામે ગુનો નોંધ્યો છે. હું ૧૬ અને ૧૨ વર્ષના બે દીકરા સાથે રહું છું અને કારખાનામાં મજૂરી કરું છું. મારા પતિ હસમુખભાઇ સાથે મારે બે વર્ષથી મનમેળ નથી અને એ ગુંદા ગામે અલગ રહે છે. હું મકાનની સામે આવેલા કારખાનામાંથી મજૂરીના પૈસા લઇને આવતી હતી ત્યા રે ગુંદા ગામે રહેતી જમના અને તેની સાથે મંજુ, જયા શેરીમાં સામે મળ્યાા હતાં અને જમનાએ તું મારા ઘરવાળા મુકેશન રાખીને બેઠી છો, કાગળીયા કરાવી લીધા છે, મારો ઘરવાળો ક્યાં છે? તેમ કહેતાં મેં કહ્યું કે તારો ઘરવાળો મારી પાસે નથી અને એ ક્યાં છે તેની મને ખબર નથી. આથી જમના સહિતનાએ ઉશ્કેનરાઇ જઇ ગાળો દઇ ધોકાથી માર માર્યો હતો. હું ભાગવા જતાં પડી જતાં પાછળથી વિપુલે આવી જમણા હાથે પાઇપ ફટકારી આડેધડ માર માર્યો હતો. એ પછી જમનાએ પાઇપ આંચકી મને માથામાં ઘા મારી દીધો હતો. દેકારો થતાં મારો ૧૬ વર્ષનો દીકરો છોડાવવા આવતાં તેને પણ જમનાએ ધોકો મારી લીધો હતો. બીજા લોકો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતા. ૧૦૮ બોલાવી મને સિવિલમાં ખસેડાઇ હતી. આ હુમલાનું કારણ એ છે કે, મારે જમનાના પતિ મુકેશ સાથે પ્રેમસંબંધ હોય અમે મૈત્રીકરાર કર્યા છે. મુકેશ ક્યા રેક મારી ઘરે આવતો-જતો હોય તેનો ખાર રાખી તેની પત્ની્ જમના સહિતે આવી હુમલો કર્યો હતો. હાલ સમગ્ર મામલે કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
