રાજકોટ
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોક નજીક ક્રિષ્ના ટ્રાવેલ્સ નામની ખાનગી બસમાં એક પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક અંગે તપાસ હાથ ધરી હતી. બસ સુરતથી રાજકોટ તરફ આવતી હતી. એ દરમિયાન રાજકોટના ગ્રીન લેન્ડ ચોક નજીક ઉપરની સીટ પર બેસેલા મુસાફરે નીચે ઉતરતી વખતે લોહી નિહાળી બસના ડ્રાઈવર અને ક્લીનરને જાણ કરી હતી. જે બાદ એફ-૩ માં સવાર મુસાફર મૃત હાલતમાં જાેવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં બસ સુરતથી અમદાવાદ થઇ રાજકોટ તરફ આવતી હતી. સીટ નંબર એફ-૩માં જામનગરના ભોજાબેડી ગામના વતની મૃતક પ્રવીણ વાઘેલા (ઉ.વ.૩૪) સવાર હોવાનું સામે આવ્યું છે. જેને પગલે હવે પોલીસ દ્વારા અને બસમાં રહેલા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય જે જગ્યા પર બસ ઉભી રહી તે જગ્યા પરના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત બસમાં સવાર મુસાફર, ડ્રાઇવર અને ક્લીનરના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ ગળાના ભાગે ઇજાના નિશાન જાેવા મળતા હત્યાની આશંકા જાેવામાં આવી રહી છે. પોલીસે એફએસએલ અને ડોગ સ્ક્વોડ બોલાવી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બ્લેડ જેવા કોઇ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોય તેવી શક્યતા જાેવામાં આવી રહી છે.રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોક નજીક ખાનગી ટ્રાવેલ્સની બસમાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. બનાવની જાણ થતા ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ તેમજ રાજકોટ બી ડિવિઝન પોલીસ અને એસઓજી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જેમાં મૃતકના ગળાના ભાગે ઇજાના નિશાન જાેવા મળતા પોલીસે એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

