રાજકોટ
બાઇકસવારો સ્ટંટ કરવાની લહાયમાં પોતાનો જીવ તો જાેખમમાં મુકે જ છે સાથે અન્ય રાહદારીઓ તથા વાહનચાલકો માટે પણ જાેખમી સાબીત થાય છે. ત્યારે મોરબી રોડ વેલનાથ પુલ પરનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ પણે જાેઈ શકાય છે કે જીજે-૦૩-ડીપી૭૮૭ નંબરના બાઈક પર ચાલક છુટ્ટા હાથે સ્ટંટ કરે છે. જાણે તે બી-ડિવીઝન પોલીસને ખુલ્લેઆમ પડકાર હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. હાલ આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આજથી ૨ મહિના પહેલા રાજકોટ-જામનગર હાઈવે પર ચાર-પાંચ બાઈકસવારોએ રેસ લગાવી હતી. જેમાં ટ્રિપલ સવારી એક્સેસ ટર્ન લેવા જતાં પડધરી સર્કલ પાસે ડિવાઈડર સાથે એક બાઈક ધડાકાભેર અથડાયું હતું, આથી એક્સેસ પર સવાર ત્રણેય યુવક ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. એમાં બે યુવક ઘટનાસ્થળે જ દમ તોડી દેતાં તેમનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું.રાજકોટમાં હાઈવે પર બાઈક રેસ લગાવવાનું પ્રમાણ યુવાનોમાં વધતું જાય છે. એમાં જાેખમી રીતે સ્ટંટ કરી યુવાનો પોતાની જિંદગીને દાવ પર લગાવે છે. ત્યારે આવો જ એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક ચાલુ બાઈક પર છુટ્ટા હાથે સ્ટંટ કરતો નજરે પડ્યો છે. આ યુવક જાણે રાજકોટ પોલીસને પડકાર ફેંકતો હોય તેવુ લાગી રહ્યુ છે.


