જૂનાગઢ
એપ્રિલ ૨૦૨૦ માં અમેરિકાના ન્યુયોર્કમાં વાઘ અને હૈદરાબાદના ઝુ માં સિંહ તેમજ ચેન્નાઈમાં બે સિંહનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેથી આઈસીએઆર દ્વારા પ્રાણીઓ માટે કોરોના રસી બનાવી હતી. કેન્દ્ર સરકાર અને ગુજરાતના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડને આ રસીના ટ્રાયલ માટે મંજૂરી આપ્યા બાદ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેલા યુવાન બે સિંહ અને ત્રણ દીપડાને કોરોના રસી આપવામાં આવી હતી. આ રસીનો બીજાે ડોઝ ૨૮ દિવસ બાદ આપવામાં આવશે. ત્યારપછી બે મહિના બાદ પ્રાણીઓના એન્ટીબોડીઝ અંગે પરીક્ષણ કરવામાં આવશે. હાલ આ સિંહ અને દીપડાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. ગુજરાતમાં એક માત્ર સક્કરબાગમાં રહેતા બે સિંહ અને ત્રણ દીપડાઓને આ રસી આપવામાં આવી છે. સક્કરબાગ ઉપરાંત દિલ્હી, બેંગ્લોર, નાગપુર, ભોપાલ અને જયપુરના ઝુમાં રહેતા પ્રાણીઓને ટ્રાયલ રસી આપવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યુ છે.જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રાહલયમાં રહેતા ત્રણ દીપડાઓ અને બે સિંહોને કેન્દ્ર સરકાર અને ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડનની મંજૂરી બાદ કોરોના રસી આપવામાં આવી હતી. હવે ૨૮ દિવસ બાદ બીજાે ડોઝ આપવામાં આવશે. ત્યારબાદ બંન્નેના એન્ટીબોડીમાં થતા ફેરફારો અંગે પરીક્ષણ કરવામાં આવશે.


