રાજકોટ
૧ એપ્રિલ ૨૦૨૧થી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીનો એક વર્ષના આ તમામ મિલકતધારકોના વેરામાં રાહત આપવામાં આવી છે. જે આસામીએ વેરો ભરી દીધો હશે તેને ટેક્સ પરત કરવામાં આવશે. મનપાને રાજ્ય સરકાર દ્વારા વેરામાફીની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આજે બેઠકમાં મહત્ત્વની ૩૬ સહિત કુલ ૩૮ દરખાસ્ત પર ર્નિણય લેવામાં આવ્યો હતો. જેમાં ઘંટેશ્વર ગામ રાજકોટમાં ભળ્યા બાદ ગામના નાગેશ્વર વિસ્તારમાં પીવાના પાણી માટે નવી લાઈન મંજૂર કરવા દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂર થતા નવી પાઈપલાઈન નાખવા માટે ૭.૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ કારણે આ વિસ્તારના ૪ હાજરથી વધુ ઘરના લોકોને પાણી પુરવઠાની અનિયમિતતામાંથી રાહત મળશે. આ ઉપરાંત હજુ જે નવા વિસ્તારો છે તેમાં પાણી વિતરણના આયોજન માટે ડિઝાઈન એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટની નિમણૂક કરવા દરખાસ્ત મૂકાઈ હતી. આથી નવા વિસ્તારોને શક્ય તેટલી ઝડપથી પાણીની સુવિધા આપી શકાય. આ ઉપરાંત મુંજકામાં સંજય વાટિકા તથા પ્રશીલ પાર્ક તેમજ અન્ય વિસ્તારોમાં ૩૦૦થી ૧૦૦ એમ.એમ.ની નવી પાણીની લાઈન નખાશે.નવી ૧૦૦ વાન ખરીદવા માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેના પર પણ મંજૂરીની મહોર લાગી હતી.રાજકોટ મનપા કચેરી ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં કોરોનાને કારણે હોટલ, રિસોર્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, સિનેમાઘરો, મલ્ટીપ્લેક્સ અને જીમના પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂર થતા એક વર્ષનો ૩ કરોડનો વેરો માફ કરવામાં આવ્યો છે. જે તે જગ્યાએથી બાંધકામ વેસ્ટ રિ-સાયકલ પ્લાન્ટ સુધી પહોંચાડવા માટેની જવાબદારી મહાપાલિકાની રહેશે. તેમાથી બાય પ્રોડક્ટ એજન્સી દ્વારા બનાવવામા આવશે. મનપાની જવાબદારી માત્ર એટલી રહેશે કે શહેરમાં જ્યાથી બાંધકામ વેસ્ટ નીકળે એ પ્લાન્ટ સુધી પહોંચાડવાનો રહેશે. એજન્સી રૂ. ૪થી ૫ કરોડમાં આ પ્રોજેક્ટ નાખે તો એજન્સીને શું લાભ અને સામે મનપાને શું ફાયદો? એવો એક સવાલ સૌને ઉઠે. અહીં મનપાને બાંધકામ વેસ્ટ માત્ર પ્લાન્ટ સુધી પહોંચાડવા માટે દર ૧ ટન દીઠ રૂ.૫૭ મળશે. એ પછી તેમાથી જે કંઇ પણ બાય પ્રોડક્ટ બનશે તે વેંચાણથી જે ફાયદો થાય એ એજન્સીને મળશે. રાજકોટમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનથી માંડી રાત્રિ સફાઇ અને ખુલ્લા પ્લોટમાં થતી સફાઇ સહિત રોજનો ૫૭૭ ટન કચરો નીકળે છે. તેમાંથી ૫૦ ટન બાંધકામ વેસ્ટ હોવાનું જમનપાની સોલિડ વેસ્ટ શાખામાંથી જાણવા મળે છે. એક ટન દીઠ મનપાને રૂ.૫૭ની આવક થશે. કોઇ ખાનગી આસામી ટીપી શાખામાં પોતાનુ જુનુ બાંધકામ તોડીને નવુ બાંધકામ કરવા માટે પ્લાન મુકશે એટલે ત્યાંરે જ તેની પાસેથી લેખિતમાં બાંહેધરી લઇ લેવામા આવશે કે ઇમલામાંથી બારી-બારણા, લોખંડ સહિતની ચીજવસ્તુ કાઢી લીધા પછી જે વધુ એ બાંધકામ વેસ્ટ રિ-સાયકલીંગ પ્લાન્ટ સુધી આસામીએ પોતાના ખર્ચે પહોંચાડવાનુ રહેશે.


