*સુબેદાર મેજર બગડા જીવરાજભાઈ રામજીભાઈ ભારતીય સેના મા ફરજ બજાવતા હતા હવે તેવો તારીખ 30/4/2022 ના રોજ (32) બત્રીસ વર્ષ ની નોકરી કરી પોતાના વતન મા હેમખેર પરત ફર્યા આ શુભ પ્રસંગે ફોજી જવાન ને સમસ્ત મોટી પાનેલી ના આગેવાનો યે સ્વાગત કરેલ હતુ
મોટી પાનેલી ગામ ની જનતા એ તેમજ સગા સંબંધી તથા મોટી પાનેલી ના આગેવાનો અને રિટાયર્ડ ફોજી જવાનો યે સુબેદાર મેજર બગડા જીવરાજભાઈ રામજીભાઈ નુ સન્માન કર્યું હતું અને મોટી પાનેલી ના પોલીસ સ્ટેશન ખાતે પણ ફોજી જવાન ને ફુલહાર થી સન્માન કરી ને સ્વાગત કરી ને શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સમસ્ત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા*
*ઉપલેટા તાલુકા ના મોટી પાનેલી ગામ ની જનતા એ હરખભેર બહાદુર જવાન સુબેદાર મેજર બગડા જીવરાજભાઈ રામજીભાઈ નું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે
*ઉપલેટા તાલુકા ના પુર્વ સૈનિક કોયે માનસન્માન થી સ્વાગત કરેલ હતુ અને સુબેદાર મેજર બગડા જીવરાજભાઈ રામજીભાઈ તરફથી મોટી પાનેલી ની જનતા ને ખુબ ખુબઅભિનંદન પાઠવીયા હતા*
પત્રકાર રાજુભાઈ બગડા ધોરાજી


