Gujarat

રાજકોટ પાસે કાર અને છકડો રિક્ષાના અકસ્માતમાં ૧નું મોત

રાજકોટ
જૂનાગઢના ભેસાણમાં રહેતાં અને ભંગારનો ધંધો કરતાં સાગરનાથ શાંતુનાથ માંગરોલીયા (ઉં.વ.૩૭) પોતાની છકડો રિક્ષામાં ભંગાર ભરી કચ્છે વેચવા ગયો હતો. તેની સાથે તેના પત્ની ટીન્કુાબેન, પુત્ર મિલન, રાજ અને પુત્રી ગોપી પણ ગયા હતા. ભંગાર વેચી પરત ભેસાણ જવા કચ્છનથી રવાના થયા હતાં. એ દરમિયાન ગવરીદળ પાસે પહોંચ્યાર ત્યાહરે છકડો સાથે ઇકો કાર ધડાકાભેર અથડાતાં છકડો પલટી મારી જતા ચાલક સાગરનાથ દબાઇ જતાં માથુ છુંદાઇ જતાં ઘટનાસ્થછળે જ દમ તોડી દીધો હતો. અકસ્માથત સર્જી ઇકો કાર મૂકીને ચાલક ભાગી ગયો હતો. સાગરનાથની પત્નીસ, બે પુત્ર અને એક પુત્રીને ઇજા થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિાટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ તુરંત જ ઘટનાસ્થ૦ળે પહોંચી વાહનો સાઇડમાં લેવડાવી રસ્તોે ખુલ્લો કરાવ્યોન હતો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી. અકસ્માસત સર્જી ભાગી ગયેલા કારચાલક વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુન પામનાર સાગરનાથ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા નંબરનો ભાઈ હતો. તેના મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.રાજકોટ-મોરબી હાઇવે પર ગવરીદળ પાસે છકડો રિક્ષા સાથે ઇકો કાર ધડાકાભેર અથડાઇ હતી. આથી છકડો રિક્ષા પલટી મારી ગઈ હતી. જેમા રિક્ષાચાલક યુવાનનું માથુ છૂંદાઇ જતા ઘટનાસ્થતળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યાારે તેની પત્નીઇ, અને ત્રણ સંતાનોને ગંભીર ઇજા પહોંચતા સિવિલ હોસ્પિયટલમાં ખસેડાયા હતાં. કચ્છામાં ભંગાર વેચી પરત ભેસાણ જતી વખતે ઘરના મોભીને કાળ ભેટી જતાં પરિવારમાં અરેરાટી વ્યાહપી ગઇ હતી.

File-02-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *