|
|||
છોટાઉદેપુર જિલ્લાના પશુ ચિકિત્સક દ્વારા પશુ પક્ષી પણ અમારા પરિવારનો જ હિસ્સોછે તે રીતે તેઓના કરતા વાખાનાની ૧૯૬૨ ટીમ છોટાઉદેપુર જિલ્લામાં કામ કરી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વાંદરડા ગામમા સવારના આઠ વાગ્યા ની આસપાસ ગાયનુ બચ્ચુ ગર્ભાશય મા ફસાઈ ગયુ હતુ જેમાં મદદ રવા ફરતાં પશુ દવાખાના ને જાણ કરતા પશુ ડોકટર સહિત ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી ઘણી જહેમત બાદ અબોલ ગાય અને તેનાં બચ્ચાંને બચાવી લેવામાં આવ્યાં હતા.મળતી માહિતી મુજબ ગાયના પ્રસવ સમયે મૂશ્કેલી જણાતા ૧૯૬૨ નંબરમા કોલ કરી મદદ માંગતા
મોરખલાના દશ ગામ દીઠ ફરતા પશુ દ્વાખાના પર ફરજ બજાવતા ડોક્ટર યશ રાજેરાભાઈ પટેલ અને પાયલોટ કમ ડ્રેસર રોહિતભાઈ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા જ્યાં તેઓ એ ગાયને પ્રસવ કરાવવા પ્રયત્ન કર્યો હતો. પરતું ગાયના ગર્ભાશય મા બચ્ચું ફસાઈ જતાં મૂશ્કેલી ઊભી થઇ હતી
અને ગાયનો જીવ પણ જોખમ મા હતો પછી તાત્કાલિક અને સફળતાપુર્વક બચ્ચાંને બહાર કાઢવામાં આવ્યું હતું. જેથી બંને અબોલ પ્રાણીઓ નો જીવ બચાવી લેવામાં આવ્યા હતા. હાલ બન્નેની સ્થિતિ સારી છે. ઉપસ્થિત ગ્રામજનો અને પશુ માલિકે આ સેવાને આનંદપૂર્વક બિરદાવી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર



