Gujarat

રાજ્યમાં પેરામેડિકલની ૧૭ હજાર જગ્યાઓ હજુ પણ ખાલી છે

ગાંધીનગર
ગુજરાતમાં સાયન્સ, મેડીકલ લાઈનના વિદ્યાર્થીઓને એડમિશનમાં માથાકુડ થાય છે અને આ વખતે તો નર્સિંગ, ફિઝિયોથેરાપી, ઓડિયોલોજી, ઓક્યુપેશનલ થેરાપી અને નેચરોપેથી જેવા પેરામેડિકલ અભ્યાસક્રમો માટે પ્રવેશના ચોથા રાઉન્ડ પછી, રાજ્યમાં આવી ૩૦,૦૦૦ બેઠકોમાંથી લગભગ ૧૭,૦૦૦ જગ્યાઓ હજુ પણ ખાલી છે. જ્યારે પણ બેઠકો ખાલી પડે છે. ત્યારે ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઈડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ (ય્ઁદ્ગછસ્ઈઝ્ર) પ્રવેશ સમિતિ ખાનગી કોલેજાેના મેનેજમેન્ટને તે ખાલી જગ્યાઓ પોતાની જાતે ભરવાની મંજૂરી આપે છે. જે બેઠકો ખરેખર ભરવામાં આવી છે તે સમિતિને ખાલી જાહેર કરવામાં આવી છે. તેથી તે કોલેજાેને તેને ભરવાની મંજૂરી આપે છે. સૂત્રોએ જણાવ્યું કે આ પ્રથા છેલ્લા ત્રણ વર્ષથી જાેવા મળી રહી છે. સેલ્ફ ફાયનાન્સ કોલેજાેએ તેમની ખાલી બેઠકો ભરી નથી. પરંતુ તેઓએ તેમના શૈક્ષણિક સત્રો શરૂ કરી દીધા છે. ય્ઁદ્ગછસ્ઈઝ્ર તરફથી એક નિવેદનમાં જણાવાયું છે કે ચોથા રાઉન્ડમાં ૧૫૨ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાંથી ૪૨ વિદ્યાર્થીઓએ તેમના પ્રવેશની પુષ્ટિ કરી હતી. સરકારે આ વર્ષે ૧૫૦ થી વધુ નવી પેરામેડિકલ કોલેજાેને મંજૂરી આપી છે.

Paramedical.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *