સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તા.૨૭/૧૨/૨૦૨૨ ના અમરેલી ખાતે યોજાયેલ રાજ્ય યુવા મહોત્સવમાં સાવરકુંડલની શાળા શ્રી જે વી મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થી ગૌસ્વામી મંત્ર કૌશિકગીરી એ લોક વાદ્ય ( ઢોલ ) સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવી શાળાનું અને અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યું તે બદલ તેમને અને શાળાના સંગીત શિક્ષક શ્રી સંજયભાઈ મહેતાને સંસ્થાના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રી તથા શાળાના આચાર્યશ્રી . સુપરવાઈઝર અને સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવેલ


