મંત્રીની સાથે સાંસદ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય અભેસિંહ તડવી અને નાયબ કલેકટર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પણ પહોંચ્યા હતા,મંત્રી નિમિષાબેન સુથારે અને સાંસદે અસરગ્રસ્તોને ઘરોની મુલાકાત લઈ અસરગ્રસ્તોને સરકાર પૂરતી મદદ કરશે તેવી હૈયા ધારણ આપી હતી, મંત્રીએ ગામલોકો માટે પ્રાથમિક શાળામાં કરાયેલ ભોજન વ્યવસ્થાની પણ નિરીક્ષણ કર્યું હતું, મંત્રી નિમિષાબેન સુથાર જ્યારે પાણેજ પહોચ્યા તે વખતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ઝૂમ ઉપર વિડીયો કોંફરન્સ દ્વારા સમગ્ર જિલ્લાની માહિતી થી અવગત કરી તંત્ર દ્વારા કરાયેલ વ્યવસ્થા વિશે માહિતગાર કર્યા હતા.મંત્ત્રી એ ગામલોકોને બિસ્કિટ ,સહિત મીણબત્તી અને માચીસ નું વિતરણ પણ કર્યું હતું,કીચડ મા જાતે ચાલીને મંત્રીએ ગામલોકોના ઘરે ઘરે જઈ મુલાકત લીધી હતી.ઉલ્લેખનિય છે કે ગઈકાલે થયેલા ભારે વરસાદને લઈ પાણેજ ગામ મા પુરના પાણી ઘુસ્યા હતા અને અનેક પશુઓએ મોત નિપજ્યા છે,તો ઘરની અનાજ સહિત તમામ ચીજ વસ્તુઓ બગડી જતા ગામલોકોની હાલત કફોડી બની છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


