ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા વિભાગીય પોલીસ અધિકારી એસ.કે. ત્રિવેદીની સુચના તેમજ પોલીસ ઇન્સપેકટર એસ.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાણપુર પો.સ્ટે. વિસ્તારમાં ભુમાફીયાઓ દ્રારા ગેરકાયદેસર થતી ખનન પ્રવૃતિ (રેતી) અકુંશમાં રાખવા રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એસ.એચ. ભટ્ટ દ્રારા રાણપુર પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી ટીમોની સાથે રહી રાણપુર પો.સ્ટે. વિસ્તારની ભાદરનદીના પટમાં ગેરકાયદેસર થતી ખાણ ખનીજ (રેતી) ચોરી કરતા બે ટ્રેકટર તથા એક લોડર પકડી ખાણખનીજ વિભાગ, બોટાદ ને રીપોર્ટ કરી ચાલુ માસે રૂપિયા ૩,૩૫,૩૨૦ નો દંડ કરાવી ગેરકાયદેસર થતી ખનન પ્રવૃતિ કરતા ભાદરનદીના પટમાંથી ખાણખનીજચોરીના બનતા ગુન્હાઓ અટકાવવા સારી કામગીરી કરવામાં આવેલ છે..
