ગાંધી જયંતી નિમિત્તે
2 ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે બોટાદ જીલ્લાના રાણપુરમાં ભાજપના યુવા કાર્યકર્તાઓએ સામૂહિક ખાદી ખરીદી કરી ગાંધી જયંતી ની ઉજવણી કરી હતી.રાણપુરમાં આવેલ વિશ્વ વિખ્યાત ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતેથી રાણપુર તાલુકા ભાજપના યુવા આગેવાનો વિનોદભાઈ સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ રાણપુર, વિરમભાઈ સીતાપરા બક્ષીપંચ મોરચા મહામંત્રી બોટાદ જિલ્લા ભાજપ, હીરાભાઈ ખાણીયા તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન, મનસુખભાઈ મેર યુવા મોરચા મંત્રી બોટાદ જિલ્લા ભાજપ, નીતિનભાઈ વાઘેલા બક્ષીપંચ મોરચા આઈ.ટી.સેલ.જિલ્લા ભાજપ, પરસોત્તમભાઈ યુવા મોરચા રાણપુર શહેર સહીત ભાજપના આગેવાનોએ સામુહિક ખાદી ખદીદી કરી હતી.આ સમયે રાણપુર ખાદી સંસ્થાના ચેરમેન ગોવિંદસિંહ ડાભી અને નિરવભાઈ ડાભી હાજર રહ્યા હતા.ખાદી ખરીદી પ્રસંગે રાણપુર તાલુકા પંચાયતના યુવા પ્રમુખ અને ભાજપના આગેવાન વિનોદભાઈ સોલંકીએ જણાવ્યુ હતુ કે દરેક લોકોએ ખાદી ખરીદી કરી ખાદી પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી કરીને લોકોને વધુ ને વધુ રોજગારી મળી રહે…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

