Gujarat

રાણપુરમાં સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં ધ્વજ વંદન  કાર્યક્રમ યોજાયા

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજ વંદનના કાર્યક્રમ યોજાયા હતા.જેમાં ધી.જન્મભૂમિ હાઈસ્કુલ ખાતે સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા ના હસ્તે ધ્વજ વંદન કરાયુ તથા મનુભાઈ શેઠ ઈંગ્લિશ મિડિયમ સ્કુલ ખાતે સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના સભ્ય પ્રકાસભાઈ પાટડીયા(સોની)ને હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ તથા એન.એમ.ગોપાણી પોલિટેકનિક કૉલેજ ખાતે સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના સભ્ય રાજેશભાઈ શાહના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ.73 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે તમામ શાળાના આચાર્ય અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220126-WA0320.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *