” દરેક ક્ષેત્રના વિકાસ માટે હવે શિક્ષણ જરૂરી બની ગયું છે” : મંત્રીશ્રી મૂળુભાઈ બેરા
સાગર નિર્મળ
જૂનાગઢ
જુનાગઢ ડો.સુભાષ એકેડેમીના 46માં વાર્ષિકોત્સવ પ્રસંગે ડો. સુભાષ રંગ ભવન પરથી પોતાનું ઉદ્ઘાટકીય સંબોધન કરતા કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જીવનમાં શિક્ષણનું એક આગવું મહત્વ સમજાયુ હતું અને દરેક ક્ષેત્ર શિક્ષણની આવશ્યકતા કેટલી જરૂરી છે તેમજ આવનારા સમયની તકો વિશે અને સરકારની ઉપલબ્ધિ વિશેની વાત કરી હતી અને શ્રી પેથલજીભાઈ ચાવડાને સાચા સમાજ શિલ્પી ગણાવતા એમને શું શાસનના પ્રણેતા, અટલ બિહારી બાજપાઈને યાદ કરી સંસ્થા સાથેના સંસ્મરણો વાગોળિયા હતા તેમજ સંસ્થાને યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો એની શુભેચ્છા પાઠવી હતી અને જવાહરભાઈનું ગૌરવ તો છે જ પરંતુ સાથે સાથે આ સંસ્થાને ગુજરાતનું ગૌરવ પણ ગણાવ્યું હતું. ખાસ દીકરીઓ પણ આવતીકાલના ભારતનું ભવિષ્ય છે એમ કહીને ટેકનિકલ શિક્ષણ તરફ આગળ વધવાની હાકલ કરી હતી. એમણે ચૂંટાયેલી સરકારના પાંચ પ્રકલ્પોની જાહેરાત કરીને ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગની શક્યતાઓને વિકસાવવાની જરૂરિયાત પણ વર્ણવી હતી અને સરકારના સંકલ્પને દોહરાવ્યો હતો. શ્રી પેથલજીભાઈને દીર્ઘદ્રષ્ટા કહીને એનું જીવન કેવી રીતે પ્રેરણા રૂપ હતું એની વાત કરી હતી.
ડો.સુભાષ એકેડેમીના 46માં વાર્ષિકોત્સવ પ્રસંગે મહેમાનોને આવકારતા શ્રી રાજ ચાવડાએ દાદાજીના એટલે કે “પેથલજીભાઈ” કઈ રીતે પુરુષાર્થ અને પ્રમાણિકતાનું પ્રતિક હતા એની વાત ટાંકીને ઉપસ્થિત સૌ કોઈને આવકાર્યા હતા. મહેમાનોના પ્રસંગોચિત વક્તવ્યોમાં ઉદબોધન કરતા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમે પેથલજીભાઈને કન્યા કેળવણીના મોટા મસીહા ગણાવીને હજારો દીકરીઓને શિક્ષણ આપ્યું અને જવાહર ભાઈએ એમાં દિવેલ પુરવાનું કામ કરીને સંસ્થાને બિરદાવી હતી એમણે પેથલજીભાઈને સારા દાનવીર ગણાવી એમનું પુણ્ય સ્મરણ કરાવ્યું હતું. જૂનાગઢના ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયાએ પેથલજીભાઈનું પુણ્ય સ્મરણ કરતા એમને સિંહ અને નરસિંહ સાથે સરખાવ્યા હતા. એમણે દીકરીઓને ભારતની આન બાન અને શાન ગણાવીને શિક્ષણ દ્રારા સમાજ ઘડતરમાં પેથલજીભાઈના યોગદાનને બિરદાવ્યું હતું. એમણે વાલીઓને પોતાના બાળકોની સરખામણી અન્ય સાથે ન કરવાની ધારદાર અપીલ કરી હતી અને સંસ્થામાં શિક્ષકો દ્વારા થઈ રહેલા કામ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ એમના અધ્યક્ષીય પ્રવચનમાં આ સંસ્થાની ઉંમર પોતાની ઉંમરથી પણ મોટી હોવાનું કહીને સંસ્થાનું ગૌરવ કર્યું હતું.
એમણે દરેક સમાજની દીકરીઓ માટે આ સંસ્થાને આદર્શરૂપ કહી હતી. એમણે શિક્ષણ માટે શ્રી જવાહરભાઈ અને મિતાબેનની ખેવનાને માવતર એટલે કે “પાલક માતા પિતા” સાથે સરખાવી હતી અને કહ્યું હતું શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન થાય છે, એનું ગૌરવ કરીએ એટલું ઓછું છે. આ પ્રસંગે આહિર સમાજના નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું સંસ્થા વતી અને અખિલ ભારતીય યાદવ સમાજ વતી સન્માન કરવામાં આવ્યું હતું. માનનીય શ્રી હેમંતભાઈ ખવા, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી ઉદયભાઇ કાનગડ અને ભગવાનજીભાઈ બારડે પોતાના સન્માનના પ્રતિભાવમાં શ્રી પેથલજીભાઈનું પુણ્ય સ્મરણ કર્યું હતું .શ્રી ત્રિકમભાઈ છાંગાએ પેથલજીભાઈને અંધકારમાં ચિરાગ જેવા ગણાવ્યા હતા, તેઓના યાદગાર વ્યક્તિત્વને યાદ કરી એમણે સમાજની પરંપરાનું ગૌરવ કર્યું હતું અને પેથલજીભાઈનું સ્વપ્ન સાકાર થાય એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. શ્રી ભગવાનજીભાઈ બારડે ચાવડા પરિવાર અને બારડ પરિવારની વર્ષો જૂની મિત્રતાને યાદ કરી શ્રી પેથલજીભાઈ અને જશુભાઈ નું પુણ્ય સ્મરણ કર્યું હતું. બંનેને પાયાના પથ્થર ગણાવીને મંદિર જેટલી શિક્ષણ સંસ્થાની જરૂરિયાત વણવી હતી તેમજ રાજકારણમાંથી મૂલ્યો ઘસાઈ ગયા છે એની ચિંતા વ્યક્ત કરી હતી અને સંસ્કાર વિસરાતા જાય એ ન ચાલે એમ કહી વાલીઓને પોતાની નૈતિક જવાબદારી વિશે જણાવ્યુ હતું.
શ્રી ઉદયભાઇ કાનગડે પેથલજીભાઈને સોરઠની આગવી પ્રતિભા ગણાવ્યા હતા અને શિક્ષણ દ્વારા સમાજનું પરિવર્તન કેમ થઈ શકે એના માટે પેથલજીભાઈની અદ્વિતીય સેવાઓને બિરદાવી હતી સમગ્ર પ્રસંગે વર્ષ દરમિયાન પોતાની પ્રતિભાનો પરિચય આપનાર વિદ્યાર્થીઓનું પ્રેરણા રૂપ સન્માન અને પ્રોત્સાહન પણ કરવામાં આવ્યું હતું.
સન્માનનો પ્રતિભાવ આપતા કુવાડીયા જલ્પાએ સંસ્થાનો ઋણ સ્વીકાર કરતા અને જે લાડ અને પ્રેમ મળ્યા છે તે માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોને સ્મૃતિચિન્હ અર્પીને શ્રી જવાહરભાઈ અને રાજભાઈએ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનો આરંભ પ્રાર્થના, દીપ પ્રાગટ્ય સ્મરણાંજલિ ગાનથી થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સૌના સહહૃદય શ્રી બલરામભાઈ ચાવડાએ પોતાની આગવી શૈલીમાં કર્યું હતું અને આભાર વિધિ મેઘનાબેન ચાવડાએ કરી ઉપસ્થીત તમામનો આભાર વ્યકત કર્યો હતો.
ડો. સુભાષ રંગ ભવન પર યોજાયેલા રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમનું ઉદઘાટન કરતા પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ સંસ્થા પ્રત્યેની પોતાની ગૌરવની લાગણી પ્રગટ કરતા શ્રી પેથલજીભાઈને યાદ કરી શ્રી જવાહરભાઈને ડો.સુભાષ યુનિવર્સિટીની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે સુભાષ એકેડેમીની વિવિધ સંસ્થાના બાળકો દ્વારા મનોરંજન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો ,જેને લોકોએ મોડી રાત સુધી મન ભરીને માણ્યો હતો તેમજ આ અમૂલ્ય પ્રસંગે પેથલજીભાઈનો સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અને સૌને માટે એ પ્રોત્સાહક અને પ્રેરણા રૂપ બન્યા હતા. આ પ્રસંગે સોરઠના તેમજ જૂનાગઢના જાહેર જીવનના અનેક અગ્રણીઓ અને જવાહરભાઈના શુભેચ્છકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેનો જવાહરભાઈ એ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત સર્વ શ્રી મેરામણભાઇ ગંભીર, ઈકબાલભાઈ મારફતિયા, કાળુભાઈ ભાદરકા, લાભુભાઈ ખીમાણીયા, ભનુભાઈ મહેતા, નાગદાન ભાઈ ચાવડા ,રામસીભાઈ ભેટારીયા, પુનિત શર્મા, ભરતભાઈ હેરભા, બાલુભાઈ જાદવ, વિઠ્ઠલભાઈ ભુવા, ડો.ગોવિંદભાઈ ચાવડા, રાજુભાઈ ડાંગર ,શ્રીમતી મીતાબેન ચાવડા, રમાબેન , નયનાબેન, પુષ્પાબેન, શોભનાબેન તથા શ્રી રિયાબેન અને મેઘનાબેન ઉપસ્થિત રહ્યા હતા
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી રામભાઈ તથા બી.જે.વાટલિયા સાહેબ તેમજ વિવિધ સંસ્થાઓના વડાઓએ અને શિક્ષકો અધ્યાપકો તેમજ કર્મચારીઓ અને વિધાર્થીઓએ પોતાના પરિવારનો અવસર માની ઊંડી જહેમત ઉઠાવી હતી.


