રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા લાંબા સમયથી રાજ્યમાં જૂની પેંશન યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે, ત્યારે વધુ એકવાર ત્રીજા તબક્કાના આંદોલનના ભાગ રૂપે આજે રાજ્ય
સરકારના વિવિધ વિભાગ હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોએ એક વિશાળ રેલી યોજી હતી, આજે છોટાઉદેપુર જિલ્લાના 5000 કરતા વધુ શિક્ષકો અને સરકારી કર્મચારીઓએ છોટાઉદેપુર નગરમાં વિશાળ રેલી યોજી હતી. વિવિધ સંગઠનોના બેનર હેઠળ હાથ માં પ્લે કાર્ડ સાથે ગંગંચૂબી સૂત્રોચ્ચાર કરી કર્મચારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમટેલા ખુદ સરકારી કર્મચારીઓએ જ જાણે કે કચેરીનો ઘેરાવો કર્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. વિવિધ સંગઠનોના આગેવાનોએ કલેકટર કચેરીએ અધિક કલેકટર ને આવેદન પત્ર આપી પોતાની પડતર માંગણીઓ પૂરી કરવા રજૂઆત કરી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

