Gujarat

રૂ.20 લાખની કિંમતના “સી-આર્મ’’ મશીન તેમજ ઉપકરણોની સુવિધાથી દર્દીઓના ઓપરેશન સરળતાથી થઈ શકશે

સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં હાડકાના ઓપરેશન માટે ખૂબ જ જરૂરી એવા “સી.આર્મ’’ મશીનની જરૂરિયાત હોવાથી ભારત સરકારના સંરક્ષણ વિભાગ હેઠળના ઉપકરણને સી.એસ.આર અંતર્ગત આ મશીન ફાળવવામાં વિનંતી કરતા કંપનીએ પોતાના સી.એસ.આર અંતર્ગત આશરે 20 લાખ રૂપિયાની કિંમતના “સી-આર્મ’’ મશીન તેમજ મશીનના આનુસંગીક ઉપકરણો ફાળવવાની મંજૂરી મળતા જીજી હોસ્પિટલને સી-આર્મ  મશીન ફાળવવામાં આવતા સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ઓર્થોપેડીક વિભાગના વડા ડો.વિજયભાઈ સાતા જણાવ્યું હતું કે, જીજી હોસ્પિટલમાં પોતાના વિભાગ અંતર્ગત વર્ષમાં આશરે 4000 કરતાં વધુ મેજર સર્જરી કરવામાં આવે છે. ‘’સી-આર્મ’’ મશીનની સુવિધાથી ડોક્ટરોને પોતાના કાર્યમાં ખૂબ જ સરળતા રહેશે. અને દર્દીઓના ઓપરેશન સારી રીતે થઈ શકશે. 

મશીનના લોકાર્પણ પ્રસંગે ગોવા શિપયાર્ડ કંપનીના ચીફ જનરલ મેનેજર મનોરંજન ખુતિયાએ કંપનીની પોતાની કામગીરી સંબંધે વિસ્તૃત માહિતી આપેલ અને કંપની દ્વારા દર વર્ષે પોતાના નફાના બે ટકા જેટલી રકમ ભારતીય કંપનીની જોગવાઈ મુજબ સીએસઆર અંતર્ગત ફાળવવામાં આવે છે. અને તેનો મોટાભાગે આરોગ્ય અને શિક્ષણની સામાજિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવામાં આવે છે. ગોવા શિપયાર્ડ કંપનીમાં ભારત સરકાર દ્વારા નીમવામાં આવેલ  ડાયરેક્ટર અને કંપનીની સીએસઆર કમિટીના ચેરમેન શ્રી હસમુખભાઈ હિંડોચા  જણાવેલ કે કંપની હંમેશા પોતાની સામાજિક ઋણ અદા કરવામાં અગ્રેસર રહે છે.

શ્રી એમ પી શાહ સરકરી મેડીકલ કોલેજના ડીન શ્રીનંદીનીબેન  દેસાઈએ ઉપસ્થિત સૌનો તેમજ કંપનીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આ લોકાર્પણ કાર્યક્રમમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો દીપક તિવારી, આગેવાન સર્વશ્રી રમેશભાઈ મુંગરા, અધિક ડીન ડો એસ એસ ચેટરજી, સર્જરી વિભાગના વડા ડો. કેતન મહેતા, મેડીસીન  વિભાગના વડા ડો. મનીષભાઈ મહેતા, ડો.નેહલ શાહ, ડો. દિપક પરમાર, ડો.ધર્મેશ વસાવડા સહિત વિભાગના રેસીડેન્ટ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સફળ બનાવવા ઓર્થોપેડિક વિભાગના ડો. આલાપ ત્રિવેદીએ જહેમત ઉઠાવી હતી.

..હોસ્પિટલ-સી-આર્મ-મશીન-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *