Gujarat

લાયન્સ કલ્બ ઑફ અમરેલી રોયલની મીટિંગ પૂર્ણ થયા બાદ ધારાસભ્ય કૌશિક વેકરીયાનું સન્માન કરાયું

અમરેલી
અમરેલી પંચવટી ફાર્મ મુકામે લાયન્સ ક્લબ ઑફ અમરેલી રોયલ બોર્ડ તથા જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. સાથોસાથ સંસ્થાના ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળતા સભ્ય કૌશિક વેકરીયા તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં અમરેલીના ધારાસભ્ય તરીકે વિજેતા થયા છે. તેઓની ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તરીકે વરણી થઈ છે, ત્યારે સંસ્થાના સભ્ય તરીકે સૌએ સાથે મળી તેમના સન્માન કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું. આ સન્માન કાર્યક્રમને અદ્ભુત અને અવિસ્મરણીય બનાવવા માટે સંસ્થાના દરેક સભ્યો પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. સંસ્થાના પ્રમુખ રિતેશ સોનીએ સૌને આવકાર્યા હતા. પ્રાસંગિક પ્રવચન આપ્યા બાદ સંસ્થાના આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી હતી. બોર્ડ તથા જનરલ બેઠકની માહિતી પૂર્ણ થયા બાદ આ સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં કૌશિક વેકરીયાને ૫૧ કિલો ખીચડીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાદમાં આ ખીચડી શ્રવણ પ્રસાદ કેન્દ્ર અન્ન ક્ષેત્રમાં તેમના હસ્તે દાન કરવામાં આવી હતી. આ સન્માન સમારોહમાં દરેક સભ્યોએ પરિવાર સાથે ઉપસ્થિત રહી અદ્ભુત બનાવ્યો હતો. આ બેઠકમાં સંસ્થાના થયેલા સેવા કાર્યોની માહિતી અપાઈ હતી. બાદમાં સંસ્થાના સેક્રેટરી રાકેશ નાકારાણી એ વિગત આપી અને ખજાનચી અરુણ ડેર દ્વારા સંસ્થાની નાણાકીય સ્થિતિ જણાવવામાં આવી હતી.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *