ના રોજ લીલીયા મામલતદાર કચેરી એ લીલીયા તાલુકામાં રેતી બંધ હોવાના કારણે ગરીબ વર્ગના લોકોના મકાન જે સરકારશ્રી ની યોજના ના કામ રેતીના કારણે અટવાયેલ છેં જેથી ગરીબ વર્ગ મકાન વગર રજળી પડ્યો છેં એટલે લીલીયામાં જે લોકો ના મકાન પંડિત દિન દયાળ અથવા અન્ય યોજના હેઠળ પાસ થયાં છેં તેમના કામ હાલ રેતી બંધ હોવથી બંધ છેં
સરકારશ્રી આમ ગરીબ વર્ગ માટે મકાન પાસ તો કરે છેં પણ એને બનાવવા માટે જે કાચા માલ (રેતી )ની જરૂરિયાત છેં તેના પર પ્રતિબંધ લગાવેલ છે આ બાબતે લીલીયા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત તેમજ સત્તા ધારી પક્ષ ના ચૂંટાયેલા પદાધિકારી ઓ સંગઠન ના હોદેદારો દ્વારા અનેક વખત રજુવાત કરવા છતા આજ દિવસ સુધી કોઈ પરિણામ આવેલ નથી સરકાર શ્રી આ બાબતે વહેલી તકે યોગ્ય કરે તેવી લોક માંગણી ઉઠવા પામી છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


