કોરોના ના કપરા કાળ બાદ બે વર્ષ પછી સમગ્ર દેશના વિદ્યાર્થીઓ ઓફ લાઈન પરીક્ષા આપવા જઈ રહયા છે, ત્યારે વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓમાં પણ એક અલગ ચિંતા જોવા મળી રહી છે, કોરોના કાળમાં વિદ્યાર્થીઓમાં લેખન અને વાંચન સહિત અભ્યાસ માં ખુબજ નબળાઈ જોવા મળી રહી છે અને તેને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓનો આત્મવિશ્વાસ ક્યાંક ને ક્યાંક ડગી રહ્યો છે ત્યારે આવતીકાલના દેશના ભવિષ્ય એવા આજના વિદ્યાર્થીઓ માં પરીક્ષાનો ડર દૂર થાય અને આત્મવિશ્વાસ વધે તે માટે ખુદ દેશના પ્રહનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 1લી એપ્રિલ ને શુક્રવારના રોજ સવારે 11 કલાકે વર્ચ્યુઅલ માધ્યમ થકી દેશ આખાના વિદ્યાર્થીઓ સાથે જોડાશે અને ”પરીક્ષા પે ચર્ચા ” વિષય ઉપર વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમના આત્મવિશ્વાસને પ્રેરકબળ આપવાનો પ્રયાસ કરનાર છે,પ્રધામંત્રીના આ કાર્યક્રમનું જિલ્લાની તમામ શાળાઓમાં જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ અને તેમની સાથે તેમના વાલીઓ ,શિક્ષકગણ અને શિક્ષણવિદો પણ જોડાય તે માટે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી અને જવાહર નવોદય વિદ્યાલય ના આચાર્ય અને શિક્ષકોએ આફત સ્વરૂપ લાગી રહેલ પરીક્ષાના આ સમયને અવસર મા ફેરવી એક પર્વની જેમ જુસ્સા અને ઉત્સાહ ભેર તૈયારી અને ઉજવણી કરવામાં આવે છે તેમ પરીક્ષાને પર્વ તરીકે ઉજવવાની પ્રેરણા સાથે પરીક્ષાને લઈ પોતાના મંતવ્યો આપવાની સાથે પ્રધાનમંત્રીના આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય અને પ્રધાનમંત્રીની પ્રેરણા સ્ત્રોત વાણીનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


