લીલીયા માં શ્રી મોટા લીલીયા ક્રેડિટ સહકારી મંડળી એ વિધવા મહિલા પર કરેલ લોન વસુલાત ના કેસમાં મંડળી દ્વારા આ કેસ સાબિત નહીં કરી શકાતા તથા મહિલા આરોપી તરીકે સજ્જડ પુરાવાઓ રજૂ કરાતા લીલીયા કોર્ટે મહિલા આરોપી ને નિર્દોષ જાહેર કર્યા હતા મંડળી એ વિધવા મહિલા ઈલાબેન ત્રાડ સામે રૂ.૩ ત્રણ લાખ ની લોન લઈ તેણી દ્વારા લોન ના હપ્તા ભરપાઈ કરવા માં ન આવતા તે રકમ વસુલ અપાવવા દાદા માંગી હતી ત્યારે આરોપી તરફે ના વકીલ હાર્દિક જોશી ની ધારદાર રજુઆતો ગ્રાહ્ય રાખી કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા આ તકે એમના એડવોકેટ મિત્ર સંજય બગડા સમીર શિરમાન તેમજ મિત્રો સ્નેહી જનો એ એડવોકેટ હાર્દિક જોશી ને શુભકામના પાઠવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


