Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા જી.યુ.વી.એન.એલ. ગોત્રી પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લાં પાંચ વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.  

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે એચ એચ.રાઉલજી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે જી.યુ.વી.એન.એલ. વડોદરા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં ૩૧૨/૨૦૧૭ ઇલેકટ્રીક સીટી એકટ કલમ ૧૩૫ (એ) મ મુજબના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી પોતાના ઘરે હાજર હોય જેથી એલ.સી.બી. સ્ટાફના પોલીસ મ કર્મચારીઓ દ્વારા વધાચ ગામે તપાસ કરતા બાતમી હકીકત મુજબનો ઇસમ પોતાના ઘરે હાજર મળી આવતા મ તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી નસવાડી પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

IMG-20220210-WA0114.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *