Gujarat

 લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહીબીશનના ત્રણ ગુનાઓમાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં તેમજ અન્ય જિલ્લાઓમાં ગુનાઓ કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે પો.ઇન્સ. એચ.એચ.રાઉલજી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ત્રણ ગુનાઓમાં પકડવાનો બાકી આરોપી ગોરધનભાઇ ભુસરીયાભાઇ ધાણક રહે.કોલીયાથોર તા.જી.છોટાઉદેપુર નાનો પોતાના ઘરે જવા સારૂ રંગપુર નાકા પાસે ઉભેલ હોય તેવી મળેલ હકીકત આધારે ઇન્ચા. પો.ઇન્સ. એચ.એચ. રાઉલજી તથા એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો રંગપુર નાકા પાસે જઇ બાતમી હકીકત મુજબના વર્ણન વાળા ઇસમને પકડી પાડી પુછપરછ કરતા પોતે (૧) છોટાઉદેપુર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૨૨૨૦૧૯૯/ ૨૦૨૨ પ્રોહી કલમ ૬૫ એ એ તથા (૨) છોટાઉદેપુર પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૨૨૨૦૨૦૦/ ૨૦૨૨ પ્રોહી કલમ ૬૫ એ એ તથા (૩) છોટાઉદેપુર પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૨૨૨૦૨૦૨/ ૨૦૨૨ પ્રોહી કલમ ૬૫ એ એ મુજબના ગુનાઓના કરી નાસતો ફરતો હોવાથી કબુલાત કરતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220619-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *