Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા રાયોટીંગના ગુનામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.  

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ  જે. પી. મેવાડા ઇન્ચા.પોલીસ ઇન્સ્પેકટર  લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંગત બાતમી હકીકત આધારે ઝોઝ પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૧૨૨૦૧૫૧/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૧૮૬,૩૩૨, ૩૪૨,૫૦૪,૫૦૬(૨) જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામે પકડવાના બાકી રહી ગયેલ આરોપીને ઝોઝ બજારમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

IMG_20221010_150749.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *