Gujarat

વંડા પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપી તથા ભોગબનનારને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* નાઓએ વધુમાં વધુ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી પો.સબ.ઇન્સ. શ્રી પી.બી.લક્કડ* એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, હરેશભાઇ વાણીયા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે અમરેલી જીલ્લાના વંડા એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૧૨૧૦૪૭૬/૨૦૨૧ આઈ.પી.સી. કલમ-૩૬૩, ૩૬૬ તથા પોકસો કલમ-૧૮ વિ. મુજબ અપહરણ તથા પોકસોના ગુન્હાના લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને સુરત મુકામેથી પકડી પાડેલ.
 *પકડાયેલ આરોપી:-*
 *પ્રવિણ ઉર્ફ બાટલી ભગવાનભાઇ મકવાણા ઉ.વ.૨૭ ધંધો-હિરાઘસવાનો રહે.મુળ-હાથસણી તા.પાલીતાણા જી.ભાવનગર હાલ-શેલણા તા.સાવરકુંડલા જી.અમરેલી* વાળા તથા
ભોગબનનાર ને સુરત થી પકડી પાડી ઘટતી કાર્યવાહી કરવા વંડા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ.
   *આમ, શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલીની સુચના મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના પો.સબ ઇન્સ.શ્રી પી.બી.લક્કડ સાહેબ, પેરોલ ફર્લો સ્ટાફ દ્રારા વંડા પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોકસોના ગુન્હાના લીસ્ટેડ નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને શોધી કાઢેલ*.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220501-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *