Gujarat

વંથલીમાં ૭૩મો વન મહોત્સવ ૨૯મી ઓગસ્ટે ઉજવાશે

વંથલીમાં વૃક્ષ વાવેતર અને સંવર્ધનના સંદેશ સાથે ૭૩મો વન મહોત્સવ ઉજવવામાં આવશે.

    વંથલીના સ્વ. શ્રી પુંજાભાઈ મહિદાસભાઈ ચાંગેલા પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધાશ્રમ ખાતે આસિસ્ટન્ટ કલેકટરશ્રી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને તા.૨૯-૮-૨૦૨૨ના રોજ સાંજે ૦૪ કલાકે ૭૩માં વન મહોત્સવની ઉજવણીની સાથે ઘનિષ્ઠ વૃક્ષ વાવેતર ઝુંબેશનો પણ પ્રારંભ કરવામાં આવશે.

   આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન મૈતર, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લીલાવંતીબેન વામજા, જિલ્લાના રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખ શ્રી બળદેવસિંહ સરવૈયા સહિતના પદાધિકારી-અધિકારી ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *