વંથલી
પાતાળ કુવા માંથી આવતી લાઇનમાં ભંગાણ થતાં ગામલોકો પાણીથી વંચિત છે…..
વંથલી તાલુકાના ટીનમસ ગામે છેલ્લા છ માસથી ગામ લોકો પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ગામમાં પીવાના પાણીની પાઈપલાઈન લાખોના ખર્ચે સરકાર દ્વારા પાણી પુરવઠા બોર્ડ દ્વારા નાંખવામાં આવી છે… ઓજતનદી થી ટીનમસ ગામ સુધી ત્રણ કિલોમીટર ની પાઈપ લાઈનમાં જે તે સમયે ફીટ કરે તે લાઈન છેલ્લા છ માસથી તૂટી ગઈ છે. જેનું રીપેરીંગ કામ પણ કરવામાં આવ્યું નથી.જેથી અહીંથી પસાર થતા વાહનોને પણ મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત રસ્તાઓ પરથી પસાર થતા ભારે વાહનોના કારણે આ પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણીનો વ્યય થઇ રહ્યો છે.પરંતુ આજદિન સુધી આ કામ નું રીપેરીંગ કરવામાં આવ્યું નથી. જેથી ગામમાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઈ છે.
ટીનમસ ગામમાં 700થી 800 ની સંખ્યામાં રહેલા પશુઓ પણ પાણી વિના ટળવળી રહ્યા છે.મુંગા પશુઓને અવેડામાં પીવાનું પાણી પણ પુરતું મળતું નથી. તેમજ ગામ લોકો પણ પીવાના પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે. રસ્તાના કામો થતાં નથી. જેને કારણે પાઇપલાઇનનું સમારકામ પણ કરવામાં આવતું નથી જેથી લોકો ત્રસ્ત થઇને આજે મામલતદાર વંથલી ને આવેદનપત્ર આપી પોતાની વ્યથા જણાવી હતી.ત્યારે તાત્કાલિક આનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે…..
હાલ તો નર્મદાના પાણીથી ગામલોકો પોતાની તરસ બુઝાવી રહ્યા છે. પરંતુ નર્મદાનું પાણી પૂરતું ન મળવાના કારણે લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે.ત્યારે તાત્કાલિક આનું નિરાકરણ લાવવામાં આવે તેવી ગામલોકો માંગણી કરી રહ્યા છે…..
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી


